News of Wednesday, 19th February 2025
વોર્ડ ૧૫ના પોણો લાખ લોકોને કરવેરો ભરવો, આરોગ્ય સહિતની પ્રાથમિક સુવિધાનો મળશે ઘર આંગણે લાભ
વોર્ડ ઓફિસ બિલ્ડીંગનું લોકાપર્ણ કરતા ઉદય કાનગડ

રાજકોટ વોર્ડ-૧૫માં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂા.૬૮.૩૧ લાખના ખર્ચે નવનિર્મિત ‘‘ વોર્ડ ઓફીસ'' બિલ્ડીંગનું લોકાપર્ણ ધારાસભ્યશ્રી ઉદય કાનગડના વરદ હસ્તે કરવામાં આવેલ હતું. આ તકે મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિન મોલીયા, સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, કોર્પોરેટર ભાવેશ દેથરીયા, શહેર ભાજપ મંત્રી ભગવતીબેન ધરોડીયા, તેમજ વરજાંગભાઇ હુંબલ સહિતના ઉપરસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શ્રી કાનગડ જણાવેલ હતું કે ભારતીય જનતા પાર્ટી એ વિકાસનો પર્યાય બનેલ છે ત્યારે દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની તેમજ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી રાજયની ભાજપ સરકાર દ્વારા જયાં માનવી ત્યાં સુવિધા'' ના મંત્રને સાકાર કરતા અનેક વિકાસ કાર્યો હાથ ધરાયા છે, દેશ અને રાજયનો વિકાસ નવી ઉંચાઇઓ સર કરી રહ્યો છે અને છેવાડાના માનવીનો વિકાસ થાય તે દિશામાં ભાજપ સરકાર કાર્ય કરી રહી છે ત્યારે નવનિર્મિત વોર્ડ ઓફીસની સુવિધાથી ર્વોર્ડના લોકોને વેરો ભરવો, આરોગ્ય વિષયક સેવાઓ સહિતની પ્રાથમિક સુવિધાનો લાભ ઘરઆંગણે જ મળી રહેશે અને લોકોની સુખ અને સુવિધામાં વધારો થશે.
(4:16 PM IST)










