<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th February 2025

રાજકોટમાં ઉંદરોની સંખ્‍યા ઘટી તે ચિંતાજનક બાબતઃ કલેકટરને પગલા લેવા ઓશો પ્રેમીનો પત્ર

કલેકટરે પત્ર બાદ સામાજીક વનીકરણ વિભાગને કાર્યવાહી કરવા આદેશો કર્યા...

રાજકોટ તા. ૧૯: પર્યાવરણ પ્રેમી અને ઓશો પ્રેમી રાજકોટના જેંતીભાઇ પરમારે કલેકટરને પત્ર પાઠવી પર્યાવરણી આહાર શ્રૃંખલામાં અતી મહત્‍વનું સ્‍થાન ધરાવતા સસ્‍તન્‍ય પ્રાણી ઉંદરની રાજકોટ શહેરમાં રહસ્‍યમય પણે લુપ્‍ત થતી સંખ્‍યા અંગે રજુઆતો કરી હતી.

પત્રમાં જણાવેલ કે, રાજકોટ શહેર અને આસપાસનાં વિસ્‍તારોમાં ઉંદરની સંખ્‍યા રહસ્‍યમય પણે ઘટી રહી છે જે લુપ્‍ત થવા પર પહોંચી છે.  પર્યાવરણીય આહાર શ્રૃંખલામાં ઉંદર મહત્‍વનું સ્‍થાન ધરાવતું પ્રાણી હોય પર્યાવરણને તેની ગંભીર અસરો પહોંચી શકવાની સંભાવનાને ધ્‍યાને લઇ તેના કારણો અને નિવારણોને અર્થે વનવિભાગ સહિતના લગત વિભાગોને જાણ અને હુકમો કરી આપવા વિનંતી છે. શ્રી જેંતીભાઇના પત્ર બાદ કલેકટર તંત્રે સામાજીક વનીકરણને પત્ર પાઠવી અરજદાર જેંતીભાઇની રજુઆત સંદર્ભે, તે બાબત (ઉંદર અંગે) ધ્‍યાને લઇ યોગ્‍ય કાર્યવાહી કરવા અને તથા કરેલ કાર્યવાહીની જેન્‍તીભાઇને જાણ કરવા હુકમો કર્યા છે.

(4:40 PM IST)