તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st February 2025
રાજકોટ એસઓજીના એન. વી. હરિયાણી અને રૂરલના પાંચ સહિત રાજ્યના ૧૫૯ પીએસઆઇને પ્રમોશન મળ્યા

રાજકોટ તા. ૨૧ફ રાજ્યના ૧૫૯ પીએસઆઇને પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે પ્રમોશન મળતાં પોલીસબેડામાં ખુશી છવાઇ ગઇ છે. બિન હથીયાર પીએસઆઇને હાલ હંગામી ધોરણે આ બઢતી આપવામાં આવી છે. રાજ્યના પોલીસવડાએ આ બઢતીનો હુકમ કર્યો હતો. જેમાં રાજકોટ શહેરના ૧ અને રૂરલના ૦૫ પીએસઆઇને પણ બઢતી મળી છે.
જાણવા મળ્યા મુજબ જેમને પીઆઇ તરીકે બઢતી આપવામાં આવી છે તેમાં રાજકોટ શહેરમાં એસઓજીમાં ફરજ બજાવતાં પીએસઆઇ એન. વી. હરિયણાની સમાવેશ થાય છે. તેમને બઢતી સાથે રાજકોટ શહેરમાં જ નિમણુંક અપાઇ છે.
જ્યારે રાજકોટ રૂરલના ઋતુરાજસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા, કેતનભાઇ વિરજીભાઇ પરમાર, વિજયકુમાર છોટાલાલ પરમાર, કિશોરકુમાર જીણલાલ સથવારા અને વિપુલસિંહ માનસિંહ ડોડીયાનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ભાવનગરના પી. બી. જેબલીયા, જુનાગઢના એ. ડી. વાળા, પોરબંદરના પી. ડી. જાદવ, અમરેલીના ભુમિકાબેન કે. ભટ્ટ, દેવભુમિ દ્વારકાના તેજલ ડી. ચુડાસમા, મનિષ ડી. મકવાણા, ગીર સોમનાથના નિલેષ બી. ચોૈહાણ, જામનગરના રોહન એચ. બાર, પ્રકાશ જી. પનારા, સુરેન્દ્રનગરના હર્ષવર્ધનસિંહ ડી. ગોહિલ, જુનાગઢ પીટીસીના મહાવીરસિંહ જે. પરમાર, જુનાગઢના સલમાબેન આઇ. સુમરા, અલ્પાબેન પી. ડોડીયા, યશપાલસિંહ બી. રાણા મોરબીના વિજય એન. પરમાર, ભાવનગરના ધનલક્ષ્મી વી. ડાંગર, કચ્છ પુર્વ ગાંધીધામના કે. ડી. રાવલ, વિશાલ આર. પટેલ સહિતનો બઢતીમાં સમાવેશ થાય છે.
(11:51 AM IST)










