<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st February 2025

વિકસિત ભારતના વિઝનને સાકાર કરવાની પ્રતિબધ્‍ધતાને નવો વેગ અને ઊર્જા આપનારૂં બજેટ છે

કનુભાઈ દેસાઈએ રજૂ કરેલ વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટને હર્ષભેર આવકારતા મેયર સહિતના પદાધિકારીઓ

રાજકોટ, તા. ર૦: રાજકોટ મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ નેતા શ્રીમતી લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા  જણાવે છે કે, ગુજરાત રાજ્‍યના મુખ્‍યમંત્રી  ભૂપેન્‍દ્રભાઈ પટેલના નેતળત્‍વમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ સતત ચોથી વખત રજૂ કરેલ વર્ષ ૨૦૨૫-૨૬નું બજેટ રાજ્‍યની સાત કરોડ જનતાની આશા-આકાંક્ષાઓની પરિપૂર્તિ બનનારું બની રહેશે તેવો વિશ્વાસ વ્‍યક્‍ત કરી આ બજેટને હર્ષભેર આવકારેલ છે.

 વિશેષમાં, પદાધિકારીશ્રીઓએ જણાવેલ કે, વિધાનસભામાં રજુ થયેલ આ બજેટ સમાજના દરેક વર્ગના લોકોની જરૂરિયાતોનો ખ્‍યાલ રાખનારું આ સર્વસમાવેશી-સર્વસ્‍પર્શી બજેટ વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત ૨૦૪૭ના વિઝનને સાકાર કરવાની પ્રતિબધ્‍ધતાને નવો વેગ અને ઊર્જા આપનારું બની રહેશે. આંતરમાળખાકીય સુવિધા, આર્થિક પ્રવળત્તિનો વિકાસ, ગ્રીન ઝોનને વાચા આપતુ જનહિતકારી બજેટ છે.   આ બજેટમાં વિવિધ ક્ષેત્રોમાં કરેલ જોગવાઈથી રાજ્‍યનો આર્થિક, માળખાકીય, ટેકનોલોજીના ક્ષેત્રે ખરા અર્થમાં સમતોલ અને સર્વાંગી વિકાસ થશે અને વર્ષ ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત'નું સ્‍વપ્ન સાકાર થશે.

(2:52 PM IST)