<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st February 2025

મંગળવારે સાધુ સમાજની પ દીકરીઓના સમુહલગ્ન

લોહંગ ધ્‍યાન ગુરૂ ગ્રુપની બહેનો દ્વારા પ્રથમ વખત આયોજનઃ કરીયાવરમાં દીકરીઓને ૧રપથી વધુ વસ્‍તુઓ અપાશે

રાજકોટઃ લોહંગ ધ્‍યાન ગ્રુપ દ્વારા તા. રપ ના મંગળવારે સાધુ સમાજની પાંચ દીકરીઓના પ્રથમ સમુહ લગ્નોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે.  ગ્રીનવિલા પાર્ટી પ્‍લોટ (અમદાવાદ નેશનલ હાઇવે ન્‍યુ રીંગ રોડ, માલીયાસણ, બાયપાસ ખેરડી ચોકડીની બાજુમાં)ખાતે આયોજીત આ સમુહલગ્નમાં પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી, સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ ડો. વિજયભાઇ દેસાણી, તેમજ શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર સીતારામ બાપુ, પૂ. ધ્‍યાનસ્‍વામી બાપુ, શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર સુખદેવ બાપુ,   શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મુળદાસબાપુ, મહંત ભકિતરામ બાપુ સહિતના સંતો-મહંતોને આમંત્રણ અપાયું છે.  આ પ્રસંગે ગાયકો લલીતાબેન ઘોડાસરા, દિપકભાઇ હરીયાણી, શ્રુતિબેન દુધરેજીયા, હર્ષાબેન ગોંડલીયા, તુલશીબેન કાપડી, આશિષ હરિયાણી લગ્નગીતોની રમઝટ બોલાવશે.

(2:52 PM IST)