<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st February 2025

રાજકોટ લોહાણા મહાજન દ્વારા ‘શ્રીનાથજીની ઝાંખી': ઠાકોરજીનો સાક્ષાત્‍કાર થશે

પરમ દિવસે ભકિતમય વાતાવરણમાં ભાવિકો તરબોળ થશે પ્રમુખ સ્‍વામી ઓડીટોરીયમ, રૈયા રોડ, રાજકોટ ખાતે ‘ઠાકોરજી પધાર્યા મારે ઘેર' શીર્ષક હેઠળ પવિત્ર વાતાવરણમાં સંગીતમય કાર્યક્રમો યોજાશે : મંગળા, શ્રુંગાર, ગ્‍વાલ, રાજભોગ, ઉત્‍થાપન, ભોગ, સંધ્‍યા આરતી, શયનના દર્શન તેમજ શ્રીનાથજી પધાર્યા મારે ઘેર સહિતના કાર્યક્રમો-દર્શનનો લ્‍હાવો : પાસ મેળવવા માટે સવારે ૧૦ થી સાંજના ૭ વાગ્‍યા દરમ્‍યાન વહેલા તે પહેલાના ધોરણે રાજકોટ લોહાણા મહાજન ઓફિસ, મહિલા કોલેજ અંડરબ્રીજ ઉપર ભવાની ગોલા પાસે, કાલાવડ રોડ, રાજકોટ ખાતે સંપર્ક કરી શકાય છે

રાજકોટ, તા. ર૧: વિશ્‍વના સૌથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન' દ્વારા જ્ઞાતિ ઉત્‍કર્ષ-સમાજ ઉત્‍કર્ષના ભાગરૂપે સામાજીક, સેવાકીય, સાંસ્‍કૃતિક, ધાર્મિક, શૈક્ષણિક, તબીબી, રોજગારલક્ષી વિગેરે કાર્યો સતત થતા જ રહે છે.

રાજકોટ-સૌરાષ્‍ટ્ર સહિત સમગ્ર વિશ્‍વમાં કરોડો લોકો શ્રીનાથજી ભગવાનમાં અપાર શ્રધ્‍ધા ધરાવે છે ત્‍યારે રાજકોટ લોહાણા મહાજન દ્વારા પરમ દિવસે તા. ર૩ ફેબ્રુઆરી, ર૦રપ રવિવારના રોજ રાત્રે ૯ થી ૧ર વાગ્‍યા દરમ્‍યાન પ્રમુખ સ્‍વામી ઓડીટોરીયમ, રૈયા રોડ, રાજકોટ ખાતે ‘શ્રીનાથજીની ઝાંખી' નો દિવ્‍ય-અલૌકીક કાર્યક્રમ રાખવામાં આવ્‍યો છે.

અકિલા પરિવારના મોભી, જ્ઞાતિ શ્રેષ્‍ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રાના હસ્‍તે પવિત્ર આરતી સાથે દીપ પ્રાગટય કરી ધર્મમય વાતાવરણમાં કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે.

‘ઠાકોરજી પધાર્યા મારે ઘેર' શીર્ષક હેઠળ યોજાનાર ‘શ્રીનાથજીની ઝાંખી' માં મંગળા, શ્રુંગાર, ગ્‍વાલ, રાજભોગ, ઉત્‍થાપન, ભોગ, સંધ્‍યા આરતી, શયનના દર્શન તેમજ શ્રીનાથજી પધાર્યા મારે ઘેર સહિતના ભકિતસભર સંગીતમય કાર્યક્રમો યોજાશે અને ભાવિકો ભકિતમાં લીન બની જશે. રાજકોટ લોહાણા મહાજન દ્વારા ઇશ્‍વરની નજીક જવાનો અમૂલ્‍ય લ્‍હાવો ભાવિકોને પ્રાપ્ત થઇ રહયો છે. ઠાકોરજીના સાક્ષાત્‍કારની દિવ્‍ય અનુભૂતિ થશે.

‘શ્રીનાથજીની ઝાંખી' ના ઇન્‍વીટેશન પાસ મેળવવા માટે વહેલા તે પહેલાના ધોરણે સવારે ૧૦ વાગ્‍યાથી સાંજના ૭ વાગ્‍યા દરમ્‍યાન રાજકોટ લોહાણા મહાજન ઓફિસ, મહિલા કોલેજ અંડરબ્રીજ ઉપર, ભવાની ગોલા પાસે, કાલાવડ રોડ, રાજકોટનો સંપર્ક સાધવા લોહાણા મહાજન પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇની યાદીમાં જણાવાયું છે.

પવિત્ર વાતાવરણમાં ‘શ્રીનાથજીની ઝાંખી' ના અલૌકીક-અદકેરૂ-ધાર્મિક આયોજનને સફળ બનાવવા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, મહાજન ઉપપ્રમુખ શ્રીમતિ રૂપલબેન રાજદેવ, મંત્રી શ્રીમતિ રીટાબેન કોટક, ખજાનચી શ્રી ધવલભાઇ કારીયા, ટ્રસ્‍ટીઓશ્રી જીતુભાઇ ચંદારાણા, કિશોરભાઇ કોટક, હરીશભાઇ લાખાણી, એડવોકેટ શ્‍યામભાઇ સોનપાલ, ડો. પરાગભાઇ દેવાણી, હિરેનભાઇ ખખ્‍ખર, એડવોકેટ તુષારભાઇ ગોકાણી, શૈલેષભાઇ પાબારી, દિનેશભાઇ બવારીયા, એડવોકેટ મનિષભાઇ ખખ્‍ખર, ડો. જનકભાઇ ઠક્કર, મુકેશભાઇ પાબારી, ડો. ભાવેશભાઇ સચદે, ડો. ચેતનભાઇ હિન્‍ડોચા, ધવલભાઇ ખખ્‍ખર, શ્રીમતિ રીટાબેન કુંડલીયા, શ્રીમતિ અલ્‍પાબેન બરછા, શ્રીમતિ અલ્‍કાબેન પુજારા, શ્રીમતી નિકીતાબેન નથવાણી, ડો. કૃપાબેન ઠક્કર, શ્રીમતિ ભાવિનીબેન ખખ્‍ખર, શ્રીમતિ સીમાબેન રાજદેવ સહિતની સમગ્ર ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.

 

 

લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ

અને કારોબારી પ્રમુખ

ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતના

ટ્રસ્‍ટી મંડળ - ટીમ દ્વારા

દિવ્‍ય-ધર્મમય આયોજન

(3:05 PM IST)