તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st February 2025
દસ્તાવેજ માટે પેમેન્ટ અંગે ઉપયોગમાં લેવાતી વેબસાઇટ ર દિ'થી બંધ : અરજદારો - વકિલોમાં દેકારો
સેંકડો અરજદારો હેરાન-પરેશાન : સાઇબર ટ્રેઝરી ઓફીસ સમક્ષ ફરિયાદ કરાઇ

રાજકોટ, તા. ર૧ : શહેરમાં છેલ્લા બે દિવસથી મિલકતના દસ્તાવેજ રજીસ્ટ્રેશન માટેની વેબસાઈટ ગરવીમાં પેમેન્ટ માટે ઉપયોગમાં લેવાતી વેબસાઈટ સાઈબર ટ્રેઝરી બંધ હોય, મિલકતના દસ્તાવેજ કરવામાં ખૂબ જ મુશ્કેલી ઉભી થઈ છે.
જે લોકોને નિヘતિ સમયમાં જ રજીસ્ટ્રેશન ફી ભરી અપોઈન્ટમેન્ટ લઈ દસ્તાવેજ કરવાનો હોય તે તમામ સામાન્ય પ્રજાને, વકીલોને, બિલ્ડરોને તેમજ મિલકતના વ્યવસાય સાથે સંકળાયેલ તમામ લોકોને ખૂબ જ હાડમારી ભોગવવી પડી રહી છે. મિલકત રજીસ્ટ્રેશનની તમામ કાર્યવાહી અટકી ગઈ હોય, તેની જાણ થતા આજરોજ રાજકોટ રેવન્યુ બાર એસોસિએશનના સેક્રેટરી વિજય તોગડીયાએ આ અંગે ચીફ સેક્રેટરી અને સાઈબર ટ્રેઝરી ઓફિસને આ સંબંધિત જાણ કરી અને ત્વરિત કાર્યવાહી કરવા જણાવેલ હતું.
છેલ્લા ર દિવસથી ધાંધીયા હોય સેંકડો અરજદારો અને વકિલોમાં ભારે દેકારો બોલી ગયો હતો.
(3:54 PM IST)










