તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Friday, 21st February 2025
દ્વારકાધીશ હોટલ નજીક ભાર્ગવ ભીંડી પર અભી, મહેશનો ધોકાથી હુમલો
ક્રેડીટ કાર્ડ પર મિત્રને આઇફોન લઇ દીધા હોઇ હપ્તા ન ભરતો હોઇ વાત કરવા જતાં માથાકુટ

રાજકોટ તા. ૨૧: રૈયા રોડ યોગીનગર શાક માર્કેટ પાસે રહેતાં અને વજનકાંટાનું કામ કરતાં ભાર્ગવ જયસુખાઇ સોની (ઉ.વ.૨૬) પર રાતે યુનિવર્સિટી રોડ દ્વારકાધીશ હોટલ નજીક રહેતાં તેના જ મિત્ર અભિ, અભીના સગા મહેશભાઇ સહિતનાએ હુમલો કરી ધોકાથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં યુનિવર્સિટી પોલીસને જાણ કરાઇ હતી.
ભાર્ગવના કહેવા મુજબ તે અને મિત્ર જયદિપ જાદવ મિત્ર અભીના ઘરે ગયા હતાં. અભીએ મારા નામે એક આઇફોન અને જયદિપના ક્રેડીટ કાર્ડ પર બે આઇફોન ખરીદ કર્યા હોઇ હવે તે હપ્તા ભરતો ન હોઇ તેની વાત કરવા માટે અમે બંને મિત્રો તેના ઘરે જતાં તેના સગાએ ગાળાગાળી કરતાં ડખ્ખો થયો હતો અને મારા પર હુમલો કરાયો હતો. જો કે આ બનાવમાં પોલીસ નિવેદન નોંધવા પહોંચતા ઘરમેળે સમાધાન થઇ ગયાનું કહેવાયું હતું.
(4:22 PM IST)










