તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st February 2025
રવિવારે પૂ. જલારામ બાપાની ૧૪૪ પૂણ્યતિથીએ રૈયા ગામથી ઘંટેશ્વર જલારામ મંદિર સુધી મંગલમય પદયાત્રા

રાજકોટઃ સંતશીરોમણી ભકત શ્રી જલારામ બાપાની ૧૪૪ મી પુણ્યતીથીના દિવસે તા. ર૩ રવિવાર રૈયા ગામ ચોકથી ઘંટેશ્વર શ્રી જલારામ મંદિર સુધી ૭ કી.મી. ની પદયાત્રાનું આયોજન શ્રી જલારામ પ્રાર્થના મંદિર ઘંટેશ્વર અને જાનકી મહિલા મંડળ દ્વારા કરવામાં આવેલ છે. પદયાત્રાનો પ્રારંભ બપોરે ૪ કલાકે થશે ત્યારે જય જલીયાણના નાદ સાથે ગગન ભેદી નારાઓ ગુંજશે. આ પદયાત્રા રસ્તામાં ચાર જગ્યાએ વિરામ કરી સાંજે ૬-૩૦ કલાકે જલારામ મંદિર ધંટેશ્વર પહોંચશે અને ત્યાં વિરામ કરી સહુ પૂ. બાપાની સાંજના ૬-૪પ વાગ્યે મહા આરતીમાં જોડાશે સાંજે ૬-૪પ કલાકે પૂજય જલારામ બાપાની મહા આરતી થશે, ત્યારબાદ સૌ દર્શનાથીર્ઓ માટે મહાપ્રસાદનો શુભારંભ થશે.
એક માહિતી મુજબ ઘંટેશ્વર જલારામ મંદિરે દરરોજ અન્નક્ષેત્ર ચાલુ છે રાત્રીના ૮ થી ૯ દરમ્યાન કઢી, ખીચડી, શાકનો પ્રસાદ દર્શનાર્થીઓને પિરસવામાં આવે છે. આ તમામ પ્રસાદ અહી જુનવાણી ઢબ મુજબ લાકડા અને છાણાના ચુલામાં બનાવવામાં આવે છે અહી બાલક્રીડાંગણ પણ ઉભુ કરવામાં આવેલ છે. લોકો વિરામ માટે અહી ખાટલાનો ઉપયોગ કરે છે આ મંદિરે આવો એટલે કોઇ ગામડામાં આવ્યા હોય તેવું વતાવરણ લાગે છે. શુભપ્રસંગોએ અને દરરોજ ચાલતા અન્નક્ષેત્રમાં લોકો પ્રસાદ લેવા સંસ્થા વતી નિમંત્રણ અપાયું છે.
પૂ. બાપાની પુણ્યતિથીએ યોજાયએલ આ પદયાત્રામાં સૌ કોઇ જલારામ ભકતો જોડાય શકે છે અને પદયાત્રામાં આવનાર તમામ ભકતજનોએ રૈયા ગામના મુખ્ય ચોકમાં ૩-૪પ કલાકે હાજર થઇ જવાનું રહેશે આ પદયાત્રા રૈયા ગામથી પ્રારંભ કરી વાયા લાઇટ હાઉસ, અટલ સરોવર, એસ.આર.પી કેમ્પ, ગ્રીનલીફ કલબ થઇ શ્રી જલારામ મંદિરે પહોંચશે
પદયાત્રા અંગે વધુ માહિતી માટે મો. ૯૪ર૮૭ ૯ર૧૪૯, મો. ૭૪૦પર ૦૦૦૧૩ સંપર્ક કરવા જણાવાયું છે.
(3:58 PM IST)










