તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Friday, 21st February 2025
રાજકોટ જીલ્લામાં ૧પ૦૦થી વધુ ધાર્મિક દબાણો શું કાર્યવાહી કરી?!: કલેકટર પાસે રિવ્યુ લેવાયો ACS હોમ દ્વારા
રાજયના કલેકટરો સાથે વીસી...

રાજયના ACS હોમ દ્વારા આજે રાજકોટ સહિત રાજયભરના કલેકટરો સાથે ધાર્મિક દબાણો અંગે વીસી લેવાઇ હતીઃ તેના પરીણામે કલેકટરે આજની R.O. મીટીંગ એકાએક રદ્દ કરી નાંખી હતીઃ અત્રે એ નોંધનીય છે કે રાજકોટ જીલ્લામાં ૧પ૦૦થી વધુ નાના-મોટા ધાર્મિક દબાણો છે.. આ અંગે શું કાર્યવાહી થઇ-કેટલા હટાવાયા...કેટલાને નોટીસો વિગેરે બાબતે ACS હોમ દ્વારા કલેકટર પાસે રિવ્યુ લેવાયો હતો. અધીક મુખ્ય સચિવે આજે રાજકોટ સહિત રાજયભરના કલેકટરો સાથે વીસી યોજી હતી. તેમજ દર અઠવાડિયે ર થી ૩ ધાર્મિક દબાણો તોડી પાડવા અંગે સતત કાર્યવાહી કરવા આદેશો કર્યા છે.
(4:22 PM IST)










