તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st February 2025
ગુજરાતનું પંચામૃત બજેટ વિકાસલક્ષી દરેક ક્ષેત્રને લાભ મળશે : દર્શિતા શાહ

રાજકોટ, તા. ર૧ : ભાજપના ધારાસભ્ય ડો. દર્શિતા શાહે જણાવેલ છે કે નાણામંત્રી કનુભાઇ દેસાઇ દ્વારા ગુજરાતનું વિકાસલક્ષી ર૦રપ-ર૬નું બજેટ રજૂ થયું છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ ગુજરાત રાજ્યની શરૂ કરેલ વિકાસયાત્રા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતળત્વમાં આગળ ધપી રહી છે. કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાત રાજ્યનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ ૩,૭૦,૨૫૦ કરોડનું બજેટ રજૂ કરેલ છે.આ બજેટમાં પાંચ મહત્ત્વની જાહેરાત કરવામાં આવેલ છે.પાંચ વિભૂતિને આ વર્ષે સમર્પિત કરવામાં આવ્યું છે અને જનાધાર ના પાંચ સ્તંભ પર આ બજેટ મૂકવામાં આવ્યો છે.તેથી આ બજેટ પંચામળત બજેટ છે.જેમાં દરેક વર્ગ અને દરેક સમાજ દરેક ક્ષેત્રને આવરી લેવામાં આવેલ છે.
જેમાં જનતા જૂથ વીમા અકસ્માત યોજના,પેન્શનરો ને ઘરે બેઠા લાઈફ સર્ટિફિકેટ, સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો, વિકસિત ગુજરાત ફંડ શહેરી વિકાસ વર્ષ તેમજ પાંચ મહાનુભાવોના નામે ૨૦૨૫નું વર્ષ આદિવાસીના ભગવાનની જયંતિ બિરસામુંડા ભગવાનજીની ૧૫૦ મી જયંતિ ગૌરવ વર્ષ તરીકે ઉજવાશે. સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જયંતિ, બાબા સાહેબ આંબેડકર એ રચેલા સંવિધાનના ૭૫ વર્ષ પુરા થતા અમળત પર્વનીરાજ્ય વ્યાપી ઉજવણી,અટલ બિહારી વાજપાઈ નું જન્મ શતાબ્દી વર્ષ,નરસિંહ મહેતા ઇન્ટરનેશનલ રિસર્ચ સેન્ટર તેમજ ગુજરાતના બજેટમાં વિકાસના પાંચ સ્તંભ યુવાનો મહિલાઓ, માછીમારો, ખેડૂતો અને દિવ્યાંગોને પ્રાધાન્ય આપવામાં આવેલ છે.તેમજ વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના નિર્માણમાં સામાજિક સુરક્ષા માનવ સંવિધાન વિકાસ અંતર માળખાકીય સુવિધાઓ આર્થિક પ્રવળત્તિઓનો વિકાસ ગ્રીન ગ્રોથને પ્રાધાન્ય આપવામાં આવેલ છે.
નારી શક્તિના સશક્તિકરણ અને આત્મનિર્ભરતા માટે સખી સહાય યોજના પ્રારંભ કરાશે.બાળકોના પોષણ માટે ૮૫૦૦ કરોડની ફાળવણી કરાઈ છે.પ્રવાસન પ્રવળત્તિ વેગ આપવા માટે અંબાજી કોરિડોર અને ધરોઈ ટુરિઝમનો વિકાસ કરાશે.દીવ્યાંગો ની પાત્રતા ૮૦ ટકા ઘટાડી ૬૦ ટકા કરવામાં આવશે. આમ આ બજેટમાં મહિલાઓ, યુવાનો, અન્નદાતાઓ, મધ્યમ વર્ગ, વડીલો તમામ ક્ષેત્રને ધ્યાને લઈ એક ઐતિહાસિક બજેટ રજૂ કરવામાં આવેલ છે. આ બજેટમાં વિકસિત ગુજરાત વિઝન સાથે સર્વગ્રાહી વિકાસલક્ષી બજેટ રજૂ કરવા બદલ હું આદરણીય શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ ને અભિનંદન પાઠવું છું. તેમ ડો. દર્શિતા શાહ જણાવે છે.
સાધુ ભિક્ષા માગવા આવ્યા, ઘરમાંથી મહિલા બહાર નીકળીઃ જોતા જ કહ્યું- ઓહો મારા પ્રાણનાથ! ૨૭ વર્ષે પતિ પાછો મળ્યો
ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં ૨૭ વર્ષથી ગાયબ વ્યક્તિ જ્યારે ઘરે પરત ફર્યો તો પરિવારમાં ખુશીની લહેર દોડી ગઈ
મિર્ઝાપુર,તા.૨૧: ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં ૨૭ વર્ષથી ગાયબ વ્યક્તિ જ્યારે ઘરે પરત ફર્યો તો પરિવારમાં ખુશીની લહેર દોડી ગઈ. પ્રયાગરાજ મહાકુંભ તાાન કરવા આવેલા વ્યક્તિને તાાન બાદ ઘર અને માની યાદ આવી તો તે પોતાના ઘરે પરિવારની વચ્ચે આવી ગયો. આ મામલો ચુનાર તાલુકાના જમાલપુરનો છે.
અહીંના અમરનાથ ગુપ્તા ૧૯૯૮માં મનમાં સંન્યાસનો ભાવ આવતા પરિવારને કહ્યા વિના વળંદાવન જતા રહ્યા હતા. પરિવારે તેમને ખૂબ શોધ્યા પણ કયાંય પત્તો લાગ્યો નહીં. બાદમાં પરિવારે તેમને મળત માની લીધા હતા, પણ અચાનક ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ તેઓ ઘરે પાછા આવી ગયા. ઘરે પહોંચતા જ પત્ની ચંદ્રાવતીએ તેમને જોઈને ચોંકી ગઈ. આખું ઘર હેરાન થઈ ગયું. તેમની ખુશીનું ઠેકાણુંન રહ્યું.
સંન્યાસી જીવનમાં આવ્યા બાદ તેમણે પોતાનું નામ અમરનાથ બાબા કરી નાખ્યું હતું. વળંદાવન ગયા બાદ આખા ભારતમાં તીર્થ ભ્રમણ કર્યું. ચાર ધામની યાત્રા પણ કરી. ઘરની યાદ કેવી રીતે આવી એવું પૂછતા અમરનાથ ગુપ્તા કહે છે કે ૧૩ જાન્યુઆરીના રોજ તેઓ મહાકુંભમાં ગયા હતા. ત્યાં તાાન કર્યું. ત્યારબાદ અચાનક ઘરની અને માની યાદ આવી તો પરત આવી ગયો.
અમરનાથે જણાવ્યું કે, ૨૭ વર્ષ બાદ પરત ફર્યો છું. ઘરેથી ૧૯૯૮માં નીકળ્યો હતો. ૨૭ વર્ષથી બહાર છું. અહીંથી વળંદાવન ગયો હતો. ચાર ધામ ગયો. ત્યારબાદ તીર્થાટન કર્યું. ૧૩ તારીખે મહાકુંભમાં આવ્યો હતો. માની યાદ આવી તો વિચાર્યું દર્શન કરી લઉં. એટલા માટે પાછો આવ્યો. ૧૫ ફેબ્રુઆરીએ સવારે આવ્યો હતો. બધા તો નહીં પણ ઘરના અમુક લોકો ઓળખી ગયા. સાધુ બની ગયો છું તો આગળનું જીવન પણ આવી જ રીતે પસાર કરીશ. હજુ હું ફરીથી જતો રહીશ. રામ મંદિરમાં મેં કાર સેવા કરી છે. તેના માટે જેલમાં પણ ગયો હતો. રામ મંદિર બન્યું તો બહુ સારું લાગ્યું.
ઘર છોડવાના કારણનો ખુલાસો કરતા અમરનાથે જણાવ્યું કે, ‘મારી આર્થિક સ્થિતિ સારી નહોતી. શારીરિક સ્વાસ્થ્ય પણ ઠીક નહોતું. ગભરાહટ થઈ તો મનમાં ભજનનો વિચાર આવ્યો. બાદમાં વળંદાવન જતો રહ્યો. કુરુક્ષેત્રમાં અને રાજસ્થાનમાં પણ રહ્યો. ત્યાં દીક્ષા લઈ લીધી. મહાકુંભમાં લાગ્યું કે માતા-પિતા સાથે એક વાર મુલાકાત કરી લઉં. અહીં આવ્યો તો જાણવા મળ્યું કે પિતાજી તો સ્વર્ગવાસ થઈ ગયા. માતાજીના દર્શન થયા છે. ભજન પૂજનનો ભાવ પહેલાથી જ હતો. ઘર કોઈ ભૂલી શકે નહીં. ઘરે પરત ફરવાની ઈચ્છા તો વારંવાર થતી પણ દબાવી દેતો. પ્રયાગરાજમાં આવ્યા બાદ અચાનક આત્મામાંથી અવાજ આવ્યો અને ઘરે પાછો આવી ગયો.'
પત્ની ચંદ્રાવતીએ કહ્યું કે, ‘બાળકો એકદમ નાના હતા ત્યારથી તેઓ પહાડી પર પૂજા ભજનની વાત કરતા હતા. બે છોકરાના લગ્ન પણ થઈ ચૂકયા છે. બે છોકરીઓના લગ્ન બાકી છે. મને કોઈ ખર્ચા નથી આપતા. મેં તેના માટે ભિક્ષા પણ માંગી, ભાઈ-બહેન પાસે મદદ માગી. અમને બહુ ખુશી થઈ રહી છે. અમે ભોલે બાબાને હંમેશા તેના માટે પ્રાર્થના કરતા હતા. તેમણે મારા પતિને પાછો મોકલી દીધો.'
(4:06 PM IST)










