તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st February 2025
રાજકોટ પાયલ હોસ્પિટલના CCTV વાયરલ કરનાર આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર
વકીલે દલીલો કરતા કહ્યું આરોપીએ કેટલા લોકોને CCTV વેચવામાં આવ્યા તેની તપાસ કરવી જરૂરી

રાજકોટ પાયલ હોસ્પિટલના CCTV વાયરલ થવાના કેસમાં ઝડપાયેલ તમામ ત્રણેય આરોપીને અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે આરોપીઓના 7 દિવસના એટલે કે 1 માર્ચ સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે સાયબર ક્રાઇમ દ્વારા આરોપીના 14 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી.રિમાન્ડની માંગણી કરતા સરકારી વકીલે દલીલો કરતા કહ્યું આરોપીએ કેટલા લોકોને CCTV વેચવામાં આવ્યા તેની તપાસ કરવી જરૂરી છે.મહિલાઓના વીડિયો પૈસા લઈને વેચવામાં આવતા હતા.અશ્લીલતાના વીડિયો વેચીને આરોપીઓ પૈસા મેળવતા હતા
(6:53 PM IST)










