તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd February 2025
રાજકોટમાં સંખ્યાબંધ બસ- ખટારાનો આર.ટી.ઓ.નો કર બાકીઃ આખરી નોટીસ અપાઇઃ નહી તો જપ્ત કરાશે
કુલ ૪૪ બસ- ખટારા માલીકોને નોટીસો અપાઇઃ આર.ટી.ઓ. દ્વારા કડક કાર્યવાહી તમામ વાહનો શ્રી સરકાર કરી હરરાજી કરી લેવાશે તેવી ચેતવણી

રાજકોટ તા.રરઃ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી રાજકોટ દ્વારા અખબાર યાદીથી ઉમેરાયુ છે કે, રાજકોટ આર.ટી.ઓ કચેરીમાં ઘણા લાંબા સમયથી મોટર વાહન કરની ભરપાઈ ન કરેલ હોય, તેવા વાહનો મોટર વાહન કાયદાના ભંગ બદલ ડીટેઈન કરવામાં આવેલ હતા. આ વાહનો ઉપર મોટર વાહન માલીકો દ્વારા કરની ભરપાઈ કરેલ ન હોવાથી વાહન માલીકોને તેઓના વાહન બાબતે આર.ટી.ઓ.ે કચેરીનો દીન ૫માં સંપર્ક સાધવા જણાવવામાં આવે છે. તેમજ બાકી રહેલ કર ભરપાઈ કરવા અખબાર યાદીથી જાણ કરવામાં આવે છે.
ઉપરોક્ત તમામ વાહનોના માલીકોને જણાવવાનું કે દીન-૦૫માં આપના વાહન ઉપર હક દાવો રજૂ કરવામાં નહી આવે તો, વાહન માલીકો દ્વારા કઈ કહેવા પણું નથી તેમ માનીને વાહન શ્રી સરકાર તરીકે દાખલ કરવામાં વાંધા સરખું રહેશે નહી. તેમજ કચેરી દ્રારા ઉપરોક્ત તમામ વાહનોની હરાજી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેની દરેક વાહન માલીકોએ નોંધ લેવી
(4:09 PM IST)










