News of Saturday, 22nd February 2025
ત્રંબામાં ૩૩ વર્ષના સુનિલ થુલેટીયાનું તાવ, ઉલ્ટી થયા બાદ મોતઃ પરિવારજનોમાં શોક
ઘરે બેભાન થઇ ગયા બાદ દમ તોડયોઃ વિધવા માતાનો આધાર હતો

રાજકોટ તા. ૨૨: ત્રંબામાં વડાળી રોડ પર રાધીકા ગેઇટ સામે રહેતો સુનિલ રૂપાભાઇ થુલેટીયા (ઉ.વ.૩૩) બેભાન થઇ જતાં સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
બનાવ અંગે આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર સુનિલ બે ભાઇ અને એક બહેનમાં નાનો અને અપરિણીત હતો. તે છુટક કામ કરતો હતો. તેના પિતા હયાત નથી. માતાના કહેવા મુજબ સુનિલને બે ત્રણ દિવસથી તાવ આવતો હતો અને ઉલ્ટીઓ પણ થતી હતી. દવા લીધી હતી. પરંતુ આમ છતાં તબિયત બગડી હતી અને તેનું મૃત્યુ થયું હતું. પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
(4:10 PM IST)










