તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd February 2025
પૂ.વનિતાબાઇ મ.સ.પૂ.મીનાજી- ઇલાજી મ.સ.તથા પૂ.લીનાજી મ.સ.ની દિક્ષા જયંતી ઉજવાશે
પૂ. ધીરગુરુદેવની નિશ્રામાં સોમવારે મહાવીર ભવન હોલમાં આયોજનઃ પ્રવચન

રાજકોટઃ તા. ૨૨: માલવીયા ચોક ખાતે મહાવીર ભવન-હોલ ખાતે પૂ. શ્રી ધીરગુરુદેવની નિશ્રામાં પ્રવૃર્તિની પૂ. વનિતાબાઇ મ.સ.ની ૬૭ મી, પૂ. મીનાજી -ઇલાજી મ.સ.ની ૩૫ મી અને પૂ. લીનાજી મ.સ.ની ૩૨ મી દીક્ષા જયંતિ ઉપલક્ષે તા. ૨૪ ને સોમવારે સવારે ૮-૩૦ થી ૯-૩૦ કલાકે વિશિષ્ટ આદિનાથ ભકતામર જાપનું આયોજન મંજુલાબેન ઉત્તમચંદ દોશી હ. અરૂણા ભરત મોદી બેંગલોર વગેરે તથા ૯-૩૦ કલાકે સંયમથી સમાધિ વિષય પર પ્રવચન અને ૧૩ ભાગ્યવિજેતા ડ્રો. કરાશે.
દીક્ષા જયંતિ ઉપલક્ષે સંયમ પેલેસ કવીઝ, જાપ વગેરેની અનુમોદના આદિત્ય શેઠ, કાંતાબેન દલીચંદ મહેતા, પ્રમોદ એમ.પટેલ, યોગેશ મહેતા, જાગૃતિ કે. શાહ, ડો. નીરૂ મહેતા, રંજના જયંત કામદાર બિંદુબેન, કુમુદબેન મહેતા વગેરે તરફથી કરાશે,
જૈન બોર્ડિગ અને મહાવીર ભવનના નિર્માણમાં વિનસ ગ્રીન કંપનીવાળા સોનલબેન મહેન્દ્રભાઇ ઠકરાર પરિવારના પ્રણવ, દેવેન વગેરેની જહેમત પ્રસંશનીય છે. તેઓનું સન્માન સેવાભાવી અરવિંદભાઇ ગોડાએ કરેલ
(2:57 PM IST)










