News of Saturday, 22nd February 2025
રવિવારે સમસ્ત મકરાણી બ્લોચ સમાજ રાજકોટ દ્વારા સ્નેહમિલન - ન્યાઝ શરીફ
શિક્ષણ, આરોગ્ય, રોજગારી, રમત-ગમત સહિતના ક્ષેત્રે ચર્ચા

રાજકોટઃ સમસ્ત મકરાણી બ્લોચ સમાજ રાજકોટનું આગામી તા.૨૩ રવિવારના રોજ સવારે ૯ કલાકે રેલ્વે સામુદાયીક હોલ, રેલ્વે સ્ટેશન રોડ, જંકશન પાસે, રાજકોટ ખાતે સ્નેહ મિલન તથા ન્યાઝ શરીફ (પ્રસાદ)નું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ રાજકોટમાં વસતા મકરાણી બ્લોચ પરીવારોને સંગઠીત કરી સમાજમાં શિક્ષણ, આરોગ્ય, રોજગારી, રમતગમત વગેરે ક્ષેત્રમાં જાગૃતતા લઇ આવવી અને સમાજના વિકાસને લગતી તમામ બાબતો પર ચર્ચા વિચારણા કરી તે દિશામાં કામ કરવું. સહિતના મુદે ચર્ચા કરવામાં આવશે. મકરાણી બ્લોચ પરિવારોને નિમંત્રણ અપાયું છે.
આયોજનને સફળ બનાવવા યુસુફ ડી.બ્લોચ (મો.૯૭૧૪૧ ૨૫૨૧૬) જાહિદભાઇ મકરાણી (મો.૯૯૭૪૬ ૪૬૪૬૦) મમુભાઇ મકરાણી (મો૮૩૪૮૩ ૭૮૬૯૨), અખ્તરભાઇ બ્લોચ (મો.૯૦૯૯૦ ૯૦૧૯૭), ફિરોઝભાઇ બ્લોચ (મો.૯૩૨૭૯ ૧૯૧૯૯), નદીમભાઇ બ્લોચ (મો.૮૪૬૦૬ ૦૦૦૪૭), મુસ્તાકભાઇ બ્લોચ (મો.૯૯૨૪૯ ૬૩૪૩૧), અશરફભાઇ બ્લોચ (મો.૯૭૨૩૯ ૮૭૫૭૫), બાબરભાઇ બ્લોચ(મો.૮૧૫૬૦ ૦૦૦૪૭), સલુભાઇ મકરાણી (મો.૯૮૫૪૭ ૪૪૪૪૪), વસીમભાઇ મકરાણી (મો.૯૫૩૭૮ ૬૬૨૭૭), શાહનવાઝભાઇ મકરાણી (મો.૯૧૦૪૭ ૦૯૧૯૬), વકાર બ્લોચ સકલૈની (મો.૯૬૬૪૫ ૦૯૭૨૯) જોડાયા છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)
(3:04 PM IST)










