<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd February 2025

રાજકોટના સર્વ જ્ઞાતિ સમૂહલગ્નના નામે છેતરપીંડી કરનાર ૩ શખ્સોને ઍસઓજી ટીમે ઝડપી લીધા : અજ્ઞાત સ્થળે પૂછપરછ

રાજકોટ, તા. ૨૨ : રાજકોટમાં સર્વ જ્ઞાતિ સમૂહલગ્નના નામે સમાજના લોકો અને દાતાઓ પાસેથી ઉઘરાણા કરી લીધા બાદ સમૂહલગ્ન ન કરાવીને છેતરપીંડી કરનાર ૩ શખ્સોને રાજકોટની ઍસઑજી ટીમે ઝડપી લીધા છે અને તેઅોને અજ્ઞાત સ્થળે લઈ જઈને પૂછપરછ કરવામાં આવી રહી છે. ઍસઅોજી ટીમે દીલીપ ગોહેલ, મનીષ વિઠ્ઠલપરા અને દિપક હિરાણીને ઝડપી લીધા છે.

(4:31 PM IST)