News of Saturday, 22nd February 2025
વાવડી-નટરાજનગરમાં ડિમોલીશનઃ ૧ર-કાચા-પાકા ગેરકાયદે બાંધકામોનો કડુસલો
મનપાનું બુલડોઝર ધણધણ્યું: ૧૩.ર૮ કરોડની જમીન ખુલ્લી સાધુ વાસવાણી રોડ પર પીપીપી આવાસ યોજનાની જમીનમાંથી ૬ મકાનો વાવડી વિસ્તારમાં ટી.પી. રોડ પર પ મકાનો અને ૧ ધાર્મિક સહિત કુલ ૧ર ગેરકાયદે બાંધકામોના દબાણ દુર કરી ૧પ૬૩ ચો.મી. જગ્યા ખુલ્લી કરાઇ

રાજકોટ તા. રરઃ મ્યુનિ. કોર્પોરેશનની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા વેસ્ટ ઝોન હેઠળના વિસ્તારમાં નટરાજનગર તથા વાવડી ૧ર કાચા-પાકા બાંધકમોનું ડીમોલીશન કરી ૧પ૬૩.૦૦ ચો.મી.ની અંદાજીત ૧૩.ર૮ કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી છે.
આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્યું છે કે નાયબ કમિશનર ચેતન નંદાણીના આદેશાનુસાર તથા સીટી એન્જીનીયર (સ્પે.) વેસ્ટ ઝોન-શ્રી કુંતેશ કે. મહેતાના માર્ગદર્શન હેઠળ ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજરોજ તા. ર૧ મહાનગરપાલિકાને પ્રાપ્ત થયેલ અનામત પ્લોટ તથા ટી.પી. રોડ પર થયેલ અનઅધિકૃત બાંધકામ દુર કરવા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવેલ. જેમાં ૧પ૬૩.૦૦ ચો.મી.ની અંદાજીત ૧૩.ર૮ કરોડની જમીન ખુલ્લી કરાવેલ છે.
વોર્ડ નં. ૯ ટી.પી. સ્કીમ નં. ૪-રૈયા (આખરી), એફ.પી. નં. ૪પ૦, નટરાજનગર પી.પી.પી. આવાસ યોજના-૧૯, સાધુવાસવાણી રોડ પરથી પાકા મકાનો નંગ-૬, તથા વોર્ડ નં. ૧રના ટી.પી. સ્કીમ નં. ૧૪-વાવડી (મુસદારૂપ), ૧પ.૦૦ મી. તથા ૧પ.ર૪ મી. ટી.પી. રોડ, ટુ-વેલ્યુની પાછળથી પાકા મકાનો નંગ-પ, મંદિર-૧ ૭૯.૦૦ મી. ટી.પી. રોડ લંબાઇ પરથી કુલ ૧પ૬૩.૦૦ ચો.મી. જમીન ૧૩.ર૮ કરોડની ખુલ્લી કરવામાં આવી છે.
આ ડીમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખા, વેસ્ટ ઝોનનાં બંને આસી. ટાઉન પ્લાનર તથા તમામ આસી. એન્જીનીયર, એડી. આસી. એન્જીનીયર, હેડ સર્વેયર અને વર્ક આસિસ્ટન્ટ તેમજ અન્ય જુદી-જુદી શાખાઓ જેવી કે, આવાસ યોજના શાખા, જગ્યા રોકાણ શાખા, ફાયર વિભાગ, રોશની વિભાગ, કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે વિજિલન્સનો પોલીસ સ્ટાફ તથા પી.જી.વી.સી.એલ. અને ગુજરાત ગેસ કંપની લી. તેમજ સ્થળ પર હાજર રહેલ.
(4:32 PM IST)










