News of Saturday, 22nd February 2025
પૂ.ગોવિંદરાયજી અને પૂ. મધુસુદનલાલજીના સાનિધ્યમાં કાલે હોરી રસીયા ફુલફાગનું આયોજન

રાજકોટઃ શ્રી ચરણાટ હવેલી, રપ/૪૩ પ્રહલાદ પ્લોટ, રાજકોટ ખાતે બિરાજમાન પૂ.પા. ગો. ૧૦૮ શ્રી ગોવિંદરાયજી મહારાજશ્રી, પ.પૂ. પા.ગો.૧૦૮ શ્રી મધુસુદન લાલજી મહોદયશ્રી (રૂચીર બાવા) ના સાનિધ્યમાં હોરી રસીયા ફુલફાગનું અલૌકીક આોજન કરેલ છે. જેમાં સુપ્રસિધ્ધ કિર્તનકાર ભગવતીપ્રસાદ ગાંધર્વ (બરોડાવાળા) એવમ તેમના વૃંદ દ્વારા રસીયાગાન રજુ કરવામાં આવશે.
આવતીકાલે તા.ર૩ ને રવિવારે રાત્રે ૮ થી ૧ર કલાકે કરણપરા ચોક, પ્રધ્યુમન સ્કુલ ગ્રાઉન્ડ ખાતે હોરી રસીયાની રમઝટ બોલાવશે. હાલના દિવસોમાં હોરી રસીયાનું અનેરૂ મહત્વ હોય છે. સર્વ વૈશ્ણવ સૃષ્ટિને આમંત્રણ અપાયું છે. તસ્વીરમાં રાજેશભાઇ ઉનડકટ, સંદિપભાઇ રાણપરા, નીતીનભાઇ ફીચડીયા, કલ્પેશભાઇ વાગડીયા, મહેશભાઇ પ્રજાપતિ નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(4:36 PM IST)










