<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd February 2025

હર્ષ સંઘવીએ રાજકોટ પોલીસની કામગીરીના કર્યા વખાણ : કહ્યું -સોશિયલ પોલીસિંગનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

ગૃહ વિભાગની સૂચના પહેલા જ રાજકોટ પોલીસના કોન્સ્ટેબલથી લઈ DCP સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી 6 યુગલોના લગ્ન કરાવ્યા

રાજકોટમાં  સમૂહલગ્ન વિવાદને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી છે.  હર્ષ સંઘવીએ રાજકોટ પોલીસે કરેલ કામગીરીને નવાજી છે. હર્ષ સંઘવી કહ્યું રાજકોટ પોલીસની કામગીરીએ સોશિયલ પોલીસિંગનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગૃહ વિભાગની સૂચના પહેલા જ રાજકોટ પોલીસના કોન્સ્ટેબલથી લઈ DCP સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી 6 યુગલોના લગ્ન કરાવ્યા. અમને ખેદ છે કે તમામ યુગલોની લગ્ન વિધિ ન કરાવી શક્યા. રાજકોટ પોલીસની ભૂમિકા અને કાર્યવાહીની સરાહના. સમૂહલગ્નના આયોજકો વિરુદ્ધ ગંભીરતાથી તપાસ કરી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

 


 

(9:47 PM IST)