<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd February 2025

હજાર બે હજાર નહીં 50 હજારથી વધુ CCTV હેક કર્યા : પાયલ હોસ્પિટલકાંડમાં ચોંકાવનારા ખુલાસા

સ્કૂલ, ફેક્ટરી અને બેડરૂમના સીસીટીવી હેક કર્યા: ટેલિગ્રામના માધ્યમથી બધા મિત્ર બન્યા હતા.

રાજકોટ પાયલ હોસ્પિટલના CCTV ફૂટેજ વાયરલ થવાનો કેસમાં ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. છેલ્લા 9 મહિનામાં આરોપીઓએ 50 હજારથી વધુ CCTV હેક કર્યા હતા. જો કે, આ કેસના ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

મહારાષ્ટ્રથી 2 અને સુરતથી 1 શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પરીત ધામેલીયા, રાયન પરેરા અને વૈભવ માને નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ પકડાયેલા આરોપીનો વૈભવ માને મિત્ર છે. રાયન અને પરીત એક વર્ષ પહેલાં હેકિંગ કરવાનું શીખ્યા હતા. સ્કૂલ, ફેક્ટરી અને બેડરૂમના સીસીટીવી હેક કર્યા હતા. ટેલિગ્રામના માધ્યમથી બધા મિત્ર બન્યા હતા.

હેકરની ટોળકી અત્યાર સુધીમાં 7થી 8 લાખ સુધીના પૈસા કમાયા છે. 50 હજારમાંથી 5થી 10 ટકા કન્ટેન્ટ મળતું હતું તેમજ બાંગ્લાદેશથી ઇન્સટાગ્રામ આઇડીથી ઓપરેટ થતું હતું. આરોપી પાસેથી લેપટોપ અને કોપ્યુટર મળી આવ્યું છે. બાંગ્લાદેશવાળા ઇન્સટા આઇડીમાં પણ હોસ્પિટલના વીડિયો મળી આવ્યા છે.

પોલીસ તપાસમાં ખુલ્યું છે કે, આરોપીઓ 6થી 8 મહિનાથી સક્રિય હતા તેમજ રેગ્યુલર અને પ્રીમિયર ગ્રુપમાં વીડિઓ મુક્તા હતા તેમજ CCTV હેક કરી વીડિયો મેળવતા હતા. આરોપીઓએ પૈસા કમાવા આ શરૂ કર્યું હતું. જેમાં રોમાનીયા અને એટલાન્ટા સાથે ભારતીય હેકર્સના નામ પણ સામે આવ્યા છે. આ આરોપીઓ ગેરકાયદે કન્ટેન્ટ સોસિયલ મીડિયા પર વેંચતા હતા

(8:15 PM IST)