<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th February 2025

શહેરમાં છેલ્લા સપ્‍તાહમાં ઝાડા-ઉલ્‍ટી-તાવ-શરદી-ઉધરસના ૧૯૦૦થી વધુ કેસ

મીશ્ર ઋતુમાં મચ્‍છરજન્‍ય રોગચાળાનો ત્રાસ ઘટયોઃ ડેન્‍ગ્‍યુનો માત્ર એક દર્દી નોંધાયા : આરોગ્‍ય શાખા દ્વારા ૧૦૫૯ ઘરોમાં ફોગીંગનો દાવોઃ મચ્‍છર ઉત્‍પતી સબબ ૨૯૪ ને નોટીસ

રાજકોટ તા.૨૪: શહેરમાં  મચ્‍છરજન્‍ય  ડેન્‍ગ્‍યુના ૧ તથા જયારે શરદી,તાવ, ઝાડા,ઉલ્‍ટીના ૧૯૦૦ થી વધુ  દર્દી મનપા તંત્રનાં ચોપડે નોંધાયા છે.

શહેરમાં મીશ્ર ઋતુમાં છેલ્લા અઠવાડીયામાં મચ્‍છરજન્‍ય રોગ સાથો સાથ પાણીજન્‍ય રોગે માથુ ઉંચકયું છે. ઉપરાંત ટાઇફોઇડના પણ દર્દી નોંધાયા છે.  આ અંગે મ્‍યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી  મુજબ તા. ૧૭ ફેબ્રુઆરી  થી તા.૨૩ ફેબ્રુઆરી  સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.

મચ્‍છરજન્‍ય

રોગચાળાના ૨ કેસ

છેલ્લા  સપ્તાહમાં ડેન્‍ગ્‍યુના ૧ કેસ નોંધાયો  છે. જયારે ચિકનગુનીયા,મેલેરીયા નોંધાયો નથી.  

શરદી-તાવના

૧૯૦૦થી વધુ કેસ

શહેરમાં શરદી-ઉધરસના કેસ ૯૧૨ તેમજ સામાન્‍ય તાવના ૮૨૮ અને ઝાડા-ઉલ્‍ટીના કેસ ૨૦૦ કુલ ૧૯૦૦ થી વધુ  દર્દીઓ નોંધાયા હતા.  જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૭૬૪૬  તેમજ સામાન્‍ય તાવના ૬૨૯૨ અને ઝાડા-ઉલ્‍ટીના કેસ ૧૩૧૫  તથા ટાઇફોડનો ૧૮ તેમજ કમળાના ૪ તથા  મરડાનાં એક પણ કેસ નોંધાયા નથી. 

મચ્‍છર ઉત્‍પતિ સબબ ૨૯૪ને નોટીસ

રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્‍તરે ધનીષ્‍ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૨૩,૮૧૭  ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૧૦૫૯ ઘરોમાં ફોગીંગ કામગીરી કર્યાનો દાવો કર્યો છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્‍ય ૩૦૦ થી વધુ સ્‍થળોએ  મચ્‍છર ઉત્‍પતિ  સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્‍છર ઉત્‍પતિ દેખાતા ૫૨૨ᅠ લોકોને નોટીસ પાઠવી હતી. (૨૮.૧)

(2:58 PM IST)