<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th February 2025

રેલનગર વિસ્‍તારની ૧પ વર્ષની સગીરા ટયુશનમાં જવા નીકળ્‍યા બાદ લાપત્તા : અપહરણનો ગુનો

ગુંદા ગામ નજીક રહેતી સગીરાનું અપહરણઃ કુવાડવા પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ, તા., ૨૪ : શહેરના રેલનગર વિસ્‍તારમાં રહેતી ૧પ વર્ષની છાત્રા ઘરેથી ટયુશને જવા માટે નિકળ્‍યા બાદ પરત ન આવતા પ્ર.નગર પોલીસ મથકમાં ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ રેલનગર વિસ્‍તારમાં રહેતી ૧પ વર્ષની સગીરા પરમ દિવસે પોતાના ઘરેથી ટયુશન કલાસીસમાં જવા માટે નીકળી હતી. થોડીવાર બાદ ટયુશન કલાસીસમાંથી સગીરાની માતાના મોબાઇલ ફોનમાં ફોન આવતા જણાવેલ કે તમારી દીકરી કેમ ટયુશન કલાસીસમાં આવી નથી. કહેતા માતાએ કહેલ કે મારી દીકરીને સવારમાં જ ટયુશનમાં મોકલી હતી. તેમ કહયું હતું. બાદ સગીરાની માતાએ તુરત જ ટયુશન કલાસીસે જઇ તપાસ કરતા દીકરી જોવા ન મળતા તેણે સગાસબંધીને ત્‍યાં તપાસ કરતા સગીરાનો કોઇ પતો ન લાગતા સગીરાની માતાએ પ્ર.નગર પોલીસમાં જાણ કરતા પીએસઆઇ જે.એમ.જાડેજાની સહીતે સગીરાની માતાની ફરીયાદ દાખલ કરી અજાણ્‍યા શખ્‍સ વિરૂધ્‍ધ અપહરણની કલમ હેઠળ ગુનો નોંધી કરી તપાસ હાથ ધરી છે.

જયારે બીજા બનાવમાં ઉતરપ્રદેશ હાલ ગુંદા ગામ વિસ્‍તારમાં રહેતી ૧પ વર્ષની સગીરા ગત તા. ૩ના રોજ પોતાના ઘરેથી નિકળ્‍યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેનો કોઇ પતો ન લાગતા તેના પિતાએ કુવાડવા રોડ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે અજાણ્‍યા શખ્‍સ વિરૂધ્‍ધ અપહરણની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(3:25 PM IST)