તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th February 2025
શિવ એટલે સદભાવ, શિવ એટલે સર્વનું કલ્યાણ
દેવોના દેવ મહાદેવનો પાવન પવિત્ર દિવસ- એટલે શિવરાત્રિએ ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ

શિવરાત્રિ એટલે કે દેવોના દેવ મહાદેવ ભોળાનાથને રિજવવાનો પ્રસ્સન કરવાનો દિવસ દેવોના દેવ મહાદેવ એ આદિ અનાદિ દેવ છે શિવરાત્રિ એ ભોળાનાથનો જન્મોત્સવ આમ શિવજી વિશે જેટલું કહીએ તો પણ સમગ્ર જીવન ઓછું પડે. આ દિવસે અનેકો પ્રકારના ભજન, સેવાના પ્રકલ્પો ચિરતાર્થ થતા હોય છે, જેનું દરેકે દરેક વ્યક્તિ માટે અનેરો, આહલાદક વિશેષ મહત્વ હોય આ દિવસે દેવ નગરી એવી ગરવા ગિર જુનાગઢમાં ગિરનાર ગોદમાં ભવનાથ તળેટીમાં અવિસ્મરણી ‘‘શિવરાત્રિ'' મેળો યોજાય છે. મીની કુંભ સમાન છે. બમ બમ ભોલેનાથ, હર હર મહાદેવના નાદ સાથે સમગ્ર વિશ્વમાથી ઉચ્ચ કોટિના સાધુ-સંતો ના આ મેળામાં દર્શન થાય છે. ભાંગના પ્રશાદ સાથે અનેક પ્રકારના ભોજનનો લ્હાવો માણવા મળે છે. કહેવાય આ દિવસે સ્વર્થ ભોળાનાથ કૈલાશ માનસરોવરથી ગિરનાર ભવનાથ તળેટી ખાતે હાજરા હજુર હોય છે. મહાશિવરાત્રીના મેળામાં આથમતી સંધ્યાએ જીવ અને શિવની ઉપાસના કરવાની શુભ ભાવનાથી જોડાયેલો મેળો એટલે હર-હર મહાદેવનો શિવરાત્રિ મેળો શિવરાત્રિ એ ભજન, ભોજન, અને ભક્તિ નો ત્રિવેણી સંગમ. શિવરાત્રીનું પર્વ આરાધનાનું પર્વ છે. શિવ એટલે સદભાવ, શિવ એટલે સર્વનું કલ્યાણ, ગળામાં સર્પની માળા ધારણ કરનાર શ્રી ભોલે ભંડારી, શિવ શંભુ મહાદેવ ભગવાનની આજે ભારત દેશ-પરદેશમાં અનેક હિન્દુ ધાર્મિક ભક્તો હૃદયની અનેરી શ્રદ્ધાથી એમના આરાધ્ય દેવ મહાદેવની પુજા-અર્ચના-આરતી અભિષેક કરીને કળતજ્ઞતાની લાગણી અનુભવે છે .
શિવરાત્રિ પ્રતિ માસ આવે પરંતુ મહા શિવરાત્રિ વર્ષમાં એક જ વખત આવે છે. શિવજીના ભક્તો આ દિવસે ઉપવાસ રાખી ઓમ નમઃ શિવાયના અખંડ પાઠ કરી શિવલિંગ પર બીલીપત્રો ચઢાવી દૂધ પાણીનો અભિષેક કરી શિવ ઉપાસના દ્વારા ભગવાન શંકરના કળપાપાત્ર બનવા પ્રયત્ન કરે છે. મહા શિવરાત્રિ પર્વ હરણ ને પારધીની પૌરાણિક માન્યતા જગપ્રસિદ્ધ છે. એમાં પણ હરણ પરિવારની મુક્તિ અને પારધીની પાપમુક્તિમાં ભગવાન શિવનો કલ્યાણભાવ જોવાય છે.
બધા દિવસોમાં શ્રેષ્ઠ દિવસ અને રાત્રી ગણવાથી તેને મહાશિવરાત્રી નામ અપાયું. આમ મહાશિવરાત્રીનું પર્વ ભક્તો માટે શિવની આરાધના અને ઉપાસનાનો તહેવાર, જીવ અને શિવનો યોગ સાધતી મહારાત્રિ એ મહા શિવરાત્રી. ભગવાન શંકરનો મહિમા અનેરો ને અદકેરો છે. સાત્વિક સહજ ભક્તિથી પ્રસન્ન થનારા ભગવાન શંકર મહાપ્રલયકારી છે. બ્રહ્માડના જીવોનું સંકલન કરનારા છે. દુષ્ટ, દુરાચારી, વિદ્રોહીઓના મારક છે. સત્ય, સંયમ, સાત્વિકતાના તારક છે. દૌત્ય સેનાના સંહારક છે. શંખ, ડમરુ, ત્રિશૂલ ધારક છે. તૂતનાથ, ભૈરવવાદી રુદ્રો ના પતિ અને સાધુ - જોગીઓના સ્વામી અને ભક્તોના ઉપકારક છે. ભગવાન શંકરને અતિમાન કે અભિમાનિ મંજૂર નથી
તેત્રીસ કરોડ દેવતાઓને વશમાં કરનાર રાવણની ત્રણ ઈચ્છા પણ અભિમાનના કારણે જ ભગવાન ને પૂરી કરી ન હતી. ‘વૈરાગ્ય શતક' રચયિતા ભતૃંહરિની પણ પરીક્ષા લેવામાં ભગવાન શંકરે બાકી રાખ્યું ન હતું રાજા ભુતુહરિ સર્વસ્વ ત્યાગી કુકીર બન્યો. સંત બન્યો એક પછી એક વસ્તુઓનો ત્યાગ કરતાં ગયા. પરંતુ વૈરાગ્યનું અભિમાન જ્યાં સુધી રહ્યું ત્યાં સુધી ભગવાન શંકર દૂર જ રહ્યા. ભક્તને ભક્તિનું અભિમાન રહે ત્યાં સુધી ભગવાન શિવને ભક્તિ - પુજા - ઉપાસના સ્વીકાર્ય બનતા નથી. અને એ જ બ્રહ્માજીનો સર્વકાલીન યમ નિયમ છે. મહાશિવરાત્રી પર્વના આ દિને પળથ્વી પરના તમામ શિવલિંગોમાં રુદ્રનો અંશ હોય છે. અનિષ્ટોના વિનાશક તમામ ગ્રહોના અધિષ્ઠાત્રા મહાદેવ શિવ છે. મહાશિવરાત્રીએ શિવપૂજન આયુષ્યની સાથે ઐશ્વર્ય પણ આપે છે. જન્મના ગ્રહોના દ્વારીદ્રય યોગ શિવરાત્રીએ શિવપૂજનથી દૂર થાય છે. આ પર્વ દિને તમામ દેવ કૈલાસમાં મહાદેવના સાનિધ્યમાં હોય છે. આથી આ દિવસે મહારૂદ્રનો હોમાત્મક પાઠ સોમયજ્ઞનું ફળ આપે છે. આમ મહાશિવરાત્રી પર્વ ભગવાન શિવના ભક્તો માટે અનેરું- અદકેરૂ મહાત્મય છે. સમગ્ર શિવાલયોમાં ગુંજી ઉઠશે હર હર મહાદેવનો નાદ. ‘જય ભોલેનાથ... જય હો પ્રભુ.... સબસે જગત મે ઊંચા હૈ તું.....'
શિવ એટલે મંગળ અવાહન, આસન, અધર્ય, પાધ્ય, આચમન, વષા, ગંધ, પુષ્પ, ધૂપ- નૈવેધ-આરતી -પાનબીડું, નમસ્કાર અને વિસર્જન આ સોળ પ્રકારના પૂજનને ‘ષોડશોપચાર'કહેવામા આવે છે. શિવલિંગના પાચ સ્વરૂપો છે. પૂજન માટે વપરાતા શિવલિંગના પાચ પ્રકારો આ પ્રકારે છે. (૧) સ્વયંભૂ લિંગ (૨) બિંદુ લિંગ (૩) સ્થાપિત લિંગ (૪) ચર લિંગ (૫) ગુરુ લિંગ.
પાપોના નાશ કરવા સુખોની કામના માટે મહાશિવરાત્રી વ્રત કરવું શ્રેષ્ઠ છે. સ્કંદ પુરાણ મુજબ મનુષ્ય જે કામનાથી આ વ્રતને કરે છે. તે જરૂર પૂરી થઈ જાય છે. પુરુષ વત કરે તો તેને ધન, દૌલત, યશ અને કીર્ત પ્રાપ્ત થાય મહિલાઓ સુખ સૌભાગ્ય સંતાન પ્રાપ્ત કરે . કૂવારી કન્યાઓ સુંદર સુયોગ્ય પતિ મેળવવાની કામનાથી આ વ્રત કરે મહાશિવરાત્રી વ્રત કરવાથી ભગવાન શિવ જેટલા પ્રસન્ન થાય છે. એટલા તો સ્નન, વષા ધૂપ, ફળોના અર્પણ કરવાથી પણ નથી થતાં. રાત્રે ભગવાન શિવની ચાર પ્રહરની પુજા ખૂબ ભાવપૂર્વક કરવાનું વિધાન છે.
ભગવાન શિવને દૂધ, દહી, મધ, સફેદ ફૂલ, સફેદ કમળ, પુષ્પો સાથે જ ભાંગ, ધતૂરો અને બિલીપત્ર અતિ પ્રિય છે. આ મંત્રનો જાપ ‘‘ઓમ નમઃ શિવાય, ઓમ સદયોજાતાય નમઃ ઓમ વામદેવાય નમઃ ઓમ અધોરાય નમઃ ઓમ ઇશાનય નમઃ ઓમ તત્પુરુશાય નમઃ અધર્ય આપવા માટે કરો. રાત્રે શિવ ચાલીસા નો પાઠ કરો. દરેક પ્રહરની પૂજાનો સામાન જુદો જુદો હોવો જોઈએ. બિલ્વ પત્રના ત્રણેય પાન પૂરા હોવા જોઈએ. ચોખા સફેદ રંગના આખા હોવા જોઈએ. ભોલાનાથ ની પૂજન કરવું જોઈએ. અને શિવરાત્રિ ની ઉજવણી ભક્તિ ભાવ પૂર્વક કરવી.
ડો. રાજેશ એચ ત્રિવેદી
લાયબ્રેરીયન પી ડી યુ મેડીકલ કોલેજ, રાજકોટ, મો ૯૮૯૮૦૨૭૫૧૪
(5:00 PM IST)










