તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th February 2025
જીવનમાં બીજાના આશીર્વાદ મળે એ મોટી મૂડી છેઃ પૂ.ધીરગુરુ દેવ
ઓમાનવાલા જૈન ભોજનાલયની દશાબ્દી વર્ષની ઉજવણી

રાજકોટઃ તા. ૨૪: શ્રી નાગરદાસ મનજીશાહ વ.સી. ટ્રસ્ટ-રાજકોટની ઉપક્રમે મહાવીર ભવન -હોલ ખાતે નિશ્રા પ્રદાતા પૂ. શ્રી ધીરગુરુદેવે ઓમાનવાલા જૈન ભોજનાલય દશાબ્દી વર્ષ ઉજવણી પ્રસંગે જણાવેલ કે જીવનમાં ૨ કામ કરવા જેવા છે. આશીર્વાદ એ જીવન છે. આશીર્વાદ એ મોટી મૂડી છે. અન્નદાનથી આશીર્વાદ મળ્યા વિના રહે નહી. વધુમાં કહેલ કે કોઇને પ્રેરણા આપીને આગળ વધારવા એ પણ મૂડી છે. સ્વાગત પ્રવચન અનિલ શાહ ઓમાનવાલા અને પરિચય વિધિ પ્રમુખ અશ્વીન કુંભાણીએ આપેલ અતિથિ ડો. દર્શિતા શાહ, જગદીશ ભીમાણી, ઇન્દુભાઇ બદાણી, મહેન્દ્ર વોરાનું મોમેન્ટોથી સન્માન કરાયુ હતું.
છેલ્લા ૧૦ વર્ષથી સેવારત શશીકાંતભાઇ વોરાનું મુગટ અને મોમેન્ટોથી ઓમાનવાલા પરીવારના અનિલ-મીરા-ચેતના સોનલ-પરેશ શાહે સન્માન કરેલ. પૂ. સ્મિતાજી મ.સ. એ કાટકોલાના વતની અને ઓમાનમાં વસતા જયાબેન નાગરદાસ શાહ પરિવારની સખાવતને બિરદાવી હતી. શશીભાઇ વોરાએ સહુ પ્રત્યે સદ્ભાવના દર્શાવી મિચ્છામિ દુક્કડં કરેલ. આભારવિધિ મીરા શાહે કરેલ સોૈરાષ્ટ્રમાં નમુનારૂપ ભોજનાલયમાં જરૂરિયાતમંદોને માત્ર મહિનાના ૬૦ રૂપિયામાં બે ટામઇ ભોજન મળે છે અથવા ટિફિન આપવામાં આવે છે. ટ્રસ્ટ્રી મંડળે સેવા બજાવી હતી.
મહાવીરભવન-હોલમાં ૬૬૬ સમૂહ ભકતામરઃ દીક્ષા જયંતિ ઉજવણી
મહાવીરભવન- હોલ માલવીયા ચોક ખાતે આજે સોમવારે સવારે ૮-૩૦ કલાકે પ્રવૃતિની પૂ. વનિતા બાઇ મ.સ. પૂ. મીનાજી- ઇલાજી મ.સ. પૂ. લીબાજી મ.સ.ની દીક્ષા જયંતિ ઉપલક્ષે સમૂહ ભકતામર જાપ અને ૯-૩૦ કલાકે સંયમ સમાધિ વિષય પર પૂ. શ્રી ધીરગુરુદેવનનું પ્રવચન યોજાયેલ હતું.
(4:09 PM IST)










