News of Monday, 24th February 2025
રમઝાન માસ નિમિતે રાજકોટ પધારેલ આમીલ સાહેબોનું દાઉદી વ્હોરા સમાજ દ્વારા સ્વાગત

રાજકોટ : દાઉદી વ્હોરા સમાજના જનાબ અબ્દુલ કાદીરભાઇ સાહેર બીન તમીમભાઇ સાહેર રમઝાન માસની ઇબાદત માટે મુંબઇથી રાજકોટ પધારતા હીરાસર એરપોર્ટ ખાતે તેઓનું ઉષ્માભર્યુ સ્વાગત કરાયુ હતુ. એરપોર્ટ પર આમિલ સાહેબ શેખ સૈફુદીનભાઇ ભાભરવાલા, જનાબ હુઝૈફાભાઇ જાફરજી, જનાબ અલીઅઝગરભાઇ દેગાની, જનાબ મૂર્તઝાભાઇ સ્પિરીટવાળા, અંજુમન હાતીમી કમીટીના મુર્તુઝાભાઇ ચુનાવાલા, મુસ્તફાભાઇ ત્રવાડી, અલીઅસગરભાઇ ભરમલ, મુસ્તફાભાઇ કોલમ્બોવાલા, ઓનભાઇ વખારીયા, અલીઅસગરભાઇ જોડીયાવાળા, હસનૈનભાઇ જોહરકાર્ડસવાળા, અશોકભાઇ દવેએ ઇસ્તીકબાલ (સ્વાગત) કરેલ હતુ. તેમજ રાજકોટ રેલ્વે સ્ટેશન ઉપર મોહમ્મદભાઇ હમીદ, મુસ્તફાભાઇ, મુર્તુજાભાઇ આફ્રીકાવાળા, હુઝૈફાભાઇ કાચવાલા, હકીમુદીન માકડા, મુર્તુઝા સાદીકોટએ આમીલ સાહેબોનું સ્વાગત કરેલ હતુ. દાઉદી વ્હોરા સમાજ દ્વારા ૨૮ ફેબ્રુઆરીથી રમઝાન માસનો પ્રારંભ કરાશે. અલગ અલગ જગ્યાએ નમાઝ થશે. તેમ શેખ યુસુફભાઇ જોહરકાર્ડસવાળાની યાદીમાં જણાવાયુ છે.
(4:10 PM IST)










