તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th February 2025
ભારતની ખીચડીના સ્વાદનો ચસ્કો ઓમાન સુધી પહોંચાડતા જગદીશભાઇ જેઠવા
ઓમાનમાં ગુજરાતી સમાજનો સુવર્ણ જયંતિ મહોત્સવમાં હાજરી : કોસમોસ ગાલા કેમ્પ ખાતે જલારામ મંદિરના કાર્યક્રમમાં પણ કઢી ખીચડી પીરસાયા

રાજકોટ તા. ૨૪ : ઓમાનમાં ગુજરાતી સમાજનો સુવર્ણ જયંતિ મહોત્સવ મસ્કત ગુજરાતી સમાજ ‘ધ ગુજરાતી વિંગ ઓફ ઈન્ડિયન સોશીયલ ક્લબ ઓફ ઓમાન દ્વારા ભવ્ય રીતે ઉજવાયો હતો. આ પ્રસંગે ખીચડી કીંગ જગદીશ જેઠવાએ હાજરી આપી હતી.
તેઓએ ઓમાનમાં ભારતીય એલચી કચેરી ખાતે ભારતના રાજદુત શ્રી અમીત નારંગ સાથે પણ મુલાકાત કરી હતી અને તેને ભારતીય ખીચડીનું મહત્વ સમજાવી તેના ફાયદા જાણાવ્યા હતા.
ઓમાનના વીકાસમાં જેનું મુઠી ઉચેરુ સ્થાન છે તેવા શેખ અનીલભાઈ ખીમજી રામદાસને પણ જગદીશભાઇ મળ્યા હતા અને ભોજનમાં ખીચડીનું મહત્વ જણાવ્યું હતું.
દરમિયાન ધનસુખભાઇના કોસમોસ ગાલા કેમ્પ ખાતે આવેલ જલારામ મંદિરમાંમાં જલારામ ભક્ત મંડળ દ્રારા ભવ્ય ભજન , ભોજન અને જલાબાપાને વ્હાલી ખીચડી અને કઢીનો કાર્યક્રમ યોજાયો હતો, તેમાં જગદીશભાઈની પ્યોરફુડ ભારતીય ખીચડી અને ગુજરાતી કઢીનો સ્વાદ અને સુગંધથી લોકો આંગળા ચાટતા થઇ ગયા હતા. ઓમાનના જલારામ ભક્ત મંડળ અને ગુજરાતી સમાજ ના સુવર્ણ જયંતિ અવસર નીમીત્તે જગદીશભાઈ જેઠવાનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસ દરમિયાન ચંન્દ્રકાંત વલ્લભદાસ ચોથાણી ખુબ જહેમત ઉઠાવી હતી. ચંદ્રકાંત ચોથાણી ઓમાન ગુજરાતી સમાજના સંયોજક છે અને ઓમાન અને ભારતમાં અનેક સેવાકીય પ્રવળતિઓ માટે હંમેશા મોખરે રહે છે. તેમ જગદીશભાઈ જેઠવા (મો.૯૦૯૯૯ ૧૮૨૭૦)ની યાદીમાં જણાવાયુ છે.
(5:05 PM IST)










