<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th February 2025

હર હર મહાદેવ... મહાશિવરાત્રીએ રાજકોટમાં નિકળશે શોભાયાત્રા

સ્‍વયંભૂ રામનાથ મંદિરેથી પ્રસ્‍થાન, માણિતેશ્‍વર મહાદેવ મંદિરે સમાપનઃ નાગેશ્‍વર જ્‍યોતિર્લીંગ મંદીરની આ બેહુબ કૃતિના દર્શન થશેઃ શિવભક્‍તોને પ્રસાદરૂપે રૂદ્રાક્ષનો પારો અપાશેઃ ઉજ્જૈનની ટીમ દ્વારા શિવતાંડવ નૃત્‍ય રજૂ કરાશે

રાજકોટઃ મહાશિવરાત્રીએ તા.૨૬ બુધવારે શ્રી દશનામ ગૌસ્‍વામી સમાજ ટ્રસ્‍ટ દ્વારા રાજકોટમાં ભવ્‍યાતીભવ્‍ય શોભાયાત્રાનું આયોજન કર્યુ છે. શોભાયાત્રા સ્‍વયંભુ રામનાથ મહાદેવ મંદિરથી પ્રસ્‍થાન થશે. અને મણિતેશ્‍વર મહાદેવ મંદિરે સમાપન થશે.. આ શોભાયાત્રાનું પ્રસ્‍થાન સાંસદ પુરષોત્તમભાઇ રૂપાલા તેમજ ધારાસભ્‍ય ઉદયભાઇ કાનગડ, શિવ શોભાના અધ્‍યક્ષશ્રી મહંતશ્રી હરેશગીરી ગૌસ્‍વામી (ચોટીલા), ઉપાધ્‍યક્ષશ્રી નિલેશભારથી ગૌસ્‍વામી, વજુગીરી જગદીશગીરી (ખેરડી)ના હસ્‍તે થશે. આ શોભાયાત્રા દરમ્‍યાન શિવભક્‍તોને શ્રી નાગેશ્‍વર જ્‍યોતિલિંગ મંદિરની આબેહૂબ કૃતિના દર્શન થશે. હિન્‍દુ ધર્મમાં મહાશિવરાત્રીનો તહેવાર શિવ ભક્‍તો માટે ખૂબ જ મહત્‍વપૂર્ણ છે. આ દિવસે દેવોના દેવ ભગવાન મહાદેવ ભોલેનાથને શિવ ભક્‍તો પૂજન અર્ચન કરે છે. સનાતાન ધર્મ અને સંસ્‍કૃતિની ધજા ફરકતી રાખવા શ્રી દશનામ ગૌસ્‍વામી સમાજ ટ્રસ્‍ટ દ્વારા આ વર્ષે પણ તા.૨૬ને બુધવાર એ ભવ્‍યાતીત ભવ્‍ય શોભાયાત્રા રાજકોટના ઐતિહાસિક રાજમાર્ગો ઉપર યોજનાર છે.

ટ્રસ્‍ટના સંજય ગૌસ્‍વામીએ જણાવ્‍યું હતું કે, આ ભવ્‍ય શોભાયાત્રા શહેરમાં ધાર્મિક અને આધ્‍યાત્‍મિક ઉન્‍મેષ લેવાશે. આ શોભાયાત્રા દરમ્‍યાન શિવભક્‍તોને શ્રી નાગેશ્‍વર જ્‍યોતિલિંગ મંદિરની આબેહૂબ કૃતિના દર્શન થશે. આ યાત્રામાં શ્રધ્‍ધાળુઓ, ભક્‍તોને યાત્રાના દરેક તબક્કે ભજન અને ભગવાન શિવના દર્શનનો સાક્ષાત્‍કાર થશે.

આ શોભાયાત્રામાં સર્વે ભાવિકોને પ્રસાદરૂપે રૂદ્રાક્ષના પારા અપાશે. જેમાં એક ચાંદીનો રૂદ્રાશ પણ હશે. ઉજ્જૈન ટીમ નૃત્‍ય રજૂ કરશે. શોભાયાત્રા બાદ ફરાળ પ્રસાદ રાખેલ છે. આ શિવશોભા યાત્રામાં અનેક સાધુ સંતો સન્‍યાસીની સાથે સનાતન ધર્મના વિવિધ સંપ્રદાયો, વિવિધ મંડળો અને રાજકોટની નામાંકિત ભક્‍તો જોડાઇને રાષ્‍ટ્રીય અને ધાર્મિક એકતાના દર્શન કરાવી શિવ શોભાયાત્રાને અદભૂત અલૌકિક અને અવિસ્‍મરણીય બનાવશે.

આ શોભાયાત્રાને સફળ બનાવવા સંસ્‍થાના પ્રમુખ હિતેશપુરી પ્રવિણપુરી, ઉપપ્રમુખ નિલેશગીરી ભુપતગીરી, ઉપપ્રમુખ જિજ્ઞેશગીરી ગોપાલગીરી, ઉપપ્રમુખ કેતપુરી પ્રવિણપુરી, મહામંત્રી નિકુંજભારથી રમેશભારથી, મંત્રી વિશાલવન વિનોદવન, સહમંત્રી ભાવેશગીરી દેવગીરી, સંગઠન મંત્રી કુશાલપુરી કમલેશપુરી, સોશિ.મી.ક હર્ષપુરી લતેશપુરી સોશિ.મી.ક. દિપપુરી મનોજપુરી જહેમત ઉઠાવી રહ્યા છે. ભાવિકોને આમંત્રણ અપાયું છે.

તસ્‍વીરમાં હિતેષપુરી પ્રવિણપુરી, તલેશગીરી ભુપતગીરી, ભાવેશગીરી દેવગીરી, નકુંજભારથી રમેશભારથી, સંજયગીરી બચુગીરી, રાજેશગીરી ઇશ્‍વરગીરી, હસમુખગીરી ગાોલગીરી, કનકપુરી જયસુખપુરીપ હર્ષપુરી લતેષપુરી નજરે પડે છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)(૪૦.૧૮)

શોભાયાત્રાનો રૂટ

રાજકોટઃ આ ભવ્‍ય શોભાયાત્રાનો રૂટ રામનાથપરામાં આવેલ સ્‍વયંભુ રામનાથ મહાદેવ મંદિરથી બપોરે ૨ કલાકે થી પ્રસ્‍થાન થશે. અને ૨:૩૦ રામનાથપરા ચોક, ૩ વાગ્‍યે રામનાથ સ્‍મશાન, ૩:૩૦ કલાકે રામનાથ પુલ, ૪ કલાકે પાંજરા પોળ ચોક, ભાવનગર રોડ, ૪:૩૦ કલાકે ડીલક્‍સ ચોક, કુવાડવા રોડ, રણછોડદાસ બાપુ આશ્રમ, ૫:૩૦ કલાકે પારૂલ ગાર્ડન રોડ, ૬ કલાકે બાલક હનુમાન મંદિર ચોક, ૬:૧૫ કલાકે ઉદયભાઇ કાજગડ ધારાસભ્‍યશ્રીની ઓફિસ, ૬:૩૦ ટેલ વાડી, સંત કબીર રોડ, પેડક રોડ, ૭ કલાકે કે.ડી ચોક, સંતકબીર રોડ, ૭:૩૦ કલાકે માનીતેશ્‍વર મહાદેવ મંદિર, સંતકબીર રોડ શોભાયાત્રાનું સમાપન થશે.

(4:20 PM IST)