તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 24th February 2025
પુરાતત્વવિદ પી.પી.પંડયા બહુમુખી પ્રતિભા ધરાવતા એક ઉત્તમ પુરાતત્વવિદ સાથે ઉત્તમ શિક્ષક, ઉત્તમ કયુરેટર અને સ્વાતંત્ર સેનાની હતા
પુરાતત્વવિદ પી.પી.પંડયા - લેખિકા સંધ્યા ભટ્ટ (પુસ્તક પરિચય) : પેન્સીલવેનિયા યુનિવર્સિટીના ડો.પોસેલે લખ્યુ કે પી.પી.પંડયા પાયોનિયર ઇન ધ આર્કયોલોજી ઓફ ગુજરાત હતા પોતાના કાર્યકાળ દરમિયાન બૌધ્ધગુફા ખંભાલીડા, હરપ્પન સાઇટ રોજડી સહિત ૨૦૦ જેટલા પ્રાચીન સ્થળોની શોધ કરી હતી પરિચય પુસ્તિકાથી રસીકજનો, વિદ્યાર્થીઓ પુરાતત્વવિદની નિષ્ઠા, આવડત અને કરેલા કાર્યને જાણી ઘણું સમજી શકશે

રાજકોટઃ સૌથી ખુશી થવા જેવી બાબત એ છે કે સૌરાષ્ટ્ર રાજ્યે ઉત્તમ વિચાર કરી ઈ.સ.૧૯૫૫માં ઉત્તમ વ્યક્તિની સૌરાષ્ટ્ર રાજ્યના સુપ્રિ.ઓફ આર્કીયોલોજી તરીકે પસંદગી કરી એના હિસાબે ખંતીલા અને સંસ્કળતિ પ્રેમી યુવાન પી.પી.પંડ્યા આપણને પ્રાપ્ત થયા, ત્યાં જો લાગવગ કે ભ્રષ્ટાચારથી આ અધિકારી ભરાયા હોત તો ઇતિહાસ સંસ્કળતિના આટલા મોટા પડળો ઉખેળાયાન હોત. જોકે પાછળના સમયે પી.પી. પંડ્યા અનેક કાવતરા અને ઈર્ષાનો ભોગ બનેલા, એવું આજે પણ વિદ્વાનો વચ્ચે બને છે પણ સત્યને કોઈ અટકાવી શકતું નથી.
બહુમુખી પ્રતિભા ધરાવનાર પી.પી. પંડ્યા એક ઉત્તમ પુરાતત્વવિદની સાથે ઉત્તમ શિક્ષક, ઉત્તમ કયુરેટર અને સ્વાતંત્ર્ય સેનાની પણ હતા. લેખિકા સંધ્યા ભટ્ટએ આ મહાન પુરાતત્વવિદના કાર્યો અને તેમનો પરિચય આપવાનો ઠીક એવો પ્રયત્ન આ પુસ્તિકામાં કર્યો છે. એમના કાર્યની કેવી અસરો થઇ કેવા પરિણામો પ્રાપ્ત થયા એ અધ્યાર રહ્યું છે. પી.પી.પંડ્યાએ કાઠિયાવાડના કેટલાક ટીંબાઓ શોધ્યા અને ઉત્ખનન કાર્ય કરી ઇતિહાસની કેટલીક ખૂટતી કડીઓ મેળવવાનું મૂલ્યવાન કાર્ય કર્યું હતું. આ પુસ્તિકામાં લેખિકાએ પી.પી. પંડ્યાના કાર્યોના પરિચય સાથે સાથે ખ્યાતનામ પુરાતત્વવિદોનો પત્રો અને અભિ-ાયો મૂકી એમનું સ્થાન કયા પ્રકારનું હતું એ બતાવવાનો પ્રયત્ન કર્યો છે એ સારી છાપ પાડે છે.
પી.પી.પંડ્યાનો જન્મ રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી ગામમાં ૮ નવેમ્બર ૧૯૨૦ના રોજ થયો હતો અને તેઓએ ભાવનગરની શામળદાસ કોલેજમાં પ્રથમ વર્ષ સાયન્સ અને ઇન્ટર આર્ટસ અને રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં ઇન્ટર સાયન્સ અને બી.એ.નો અભ્યાસ કર્યો. આગળનો અભ્યાસ તેમણે ઈ.સ.૧૯૫૦માં એમ.એ.ની પરીક્ષા ઉચ્ચતર દ્વિતીય વર્ગમાં ઉતીર્ણ કરી અને આર્કિયોલોજીના પેપર્સમાં બોમ્બે યુનિવર્સિટીમાં પ્રથમ આવ્યા હતા. આથી પોતે પોતાનો રસનો વિષય પુરાતત્વના ક્ષેત્રમાં પસંદ કરી આગળ વધ્યા હતા. સૌરાષ્ટ્ર સરકારે તેઓને ચાલુ ફરજે ઉત્ખનનમાં ન મોકલ્યા ત્યારે પોતે કપાત પગારે પણ ઉત્ખનનમાં ભાગ લીધો હતો એવી એમની ઉચ્ચ નિષ્ઠા હતી. પી.પી.પંડ્યા એ મ્યુઝિયમના કયુરેટર તરીકે પણ કામ કરેલું અને ભારતના વિવિધ મ્યુઝિયમોની મુલાકાત પણ લીધી હતી. પુરાતત્વ અંગેની તાલીમ પોતે સ્વ ખર્ચે લેવા જવાનું પણ પસંદ કરેલ ત્યારે તેમના પત્ની જયાબેને નિ?તિ રૂપથીએ સ્વીકાર કરી અત્યંત સાદગીથી ઘર ચલાવી પંડ્યા સાહેબને જે રસ્તે જવું હતું એમાં સાથ સહકાર આપી અર્ધાંગીની તરીકે પોતાની ફરજ બજાવી હતી.
વિખ્યાત પુરાતત્વવિદ શ્રી વાય. એમ. ચિતલવાલાએ પી.પી.પંડ્યાના પુરાતત્વીય અભિયાનને ત્રણ વિભાગોમાં વહેચેલ છે. (૧) પ્રાગૈતિહાસિક સ્થળોની ખોજ (૨) હડપ્પીય અને અનુહડપ્પીય ટીંબાઓની નોંધણી (૩) ઉત્ખનન.
પી.પી.પંડ્યાની નિમણૂક સૌરાષ્ટ્ર રાજ્યના સુ-ટિેન્ડેન્ટ ઓફ આર્કિયોલોજી તરીકે કરવામાં આવી ત્યારે આ નિમણૂકને આવકારતા વિશ્વવિખ્યાત પુરાતત્વવિદ હસમુખ સાંકળિયાએ લખેલું. હું તમારી નિમણૂક માટે ખુશ થયો છું એ હોદ્દો મેળવવા માટે તમને અભિનંદન આપું છું તમે પૂર્ણ રીતે એને લાયક છો હું આશા રાખું છું કે સૌરાષ્ટ્રની ઢંકાયેલી સાંસ્કળતિક સમળદ્ધિને ખુલ્લી કરી શકાય ભારતીય સંસ્કળતિના વિકાસમાં યોગ્ય રીતે મૂકવાના પ્રયત્નોમાં તમે આ હોદ્દાનો ઉપયોગ ઉત્તમ રીતે કરશો.
રાંદલના દડવા ગામ પાસેથી હડપ્પીય સમયનું સ્મશાન અને તેમાંથી એક હાડપિંજર પી.પી. પંડ્યાએ શોધેલું જર્મનીની ટયુબીન્જન યુનિવર્સિટીના પ્રોફેસર ઓફ એન્થ્રોપોલોજી ડો.ઈયરહાર્ટએ સમયે હસમુખ સાંકળિયાના કોઈ કામે ભારત આવેલા હોવાથી આ હાડપિંજરના અભ્યાસ માટે પી.પી. પંડ્યા એ તારીખ ૩૦/૩/૧૯૫૯ના રોજ તેમને દડવા લઈ જઈ રોજડીના એક્સકેશન કેમ્પમાં બોલાવ્યા હતા.
તેઓની શોધમાં સૌરાષ્ટ્રમાં ૪,૦૦૦ વર્ષ જૂના ખાસ પ્શ્રકારના કિલ્લાબંધ આદ્ય ઐતિહાસિક ગામડાનો પ્રથમ નમુનોએ પૂરો પાડે છે. આ સમયમાં સૌરાષ્ટ્રમાં કોતરેલા પારા મણકા બનાવવાની ધાતુ વિદ્યાની ઉંચી ટેકનીક પ્રચલિત હતી એ પણ દર્શાવે છે. જેઓ એ સૌરાષ્ટ્રના પ્રાચીન ટીંબાઓનું સંશોધન શરૂ કરેલ અને પોતાના પ્રવાસ દરમિયાન હડપ્પીય સંસ્કળતિ તેમ જ તેની અસર દર્શાવતા ૬૫ ટીંબાઓ શોધી આપ્યા હતા,જે બહુ મુલ્યવાન સાબિત થનાર હતા જેના હિસાબે ભારતને ગૌરવ મળવાનું હતું. એમના શોધેલા ટીંબાના લિસ્ટ ઉપર ભવિષ્યના વિદ્વાનો કેડી ગણી ચાલવાના હતા.
તેઓના અકાળે અવસાન સમયે ભારતભરના ઉચ્ચ કોટીના વિદ્વાનોએ પોતાના શ્રદ્ધા સુમન અર્પણ કરતા એવો વસવસો દાખવ્યો હતો કે ભારતે એક ઉચ્ચ કોટીના વિદ્વાન ખોયા છે, એની ખોટ કાયમ પૂરા જગતમાં રહેવાની છે. આ પુરાતત્વવિદે ઘણું ખરું તો પગે ચાલીને પોતાના સ્વ અનુભવોથી સ્વ આવડતથી પ્રવાસો કરીને પ્રાપ્ત કર્યું હતું. કારણ કે એને પોતાની આ વિદ્યા અંગે જબરો ખંત હતો. પોતે પોતાના કાર્યકાળ દરમિયાન લગભગ ૨૦૦ જેટલા પ્રાચીન સ્થળોની શોધ કરી હતી. ઈ.સ.૧૯૫૮માં ગોંડલ તાલુકામાં ખંભાલીડાની બૌદ્ધ ગુફાઓની શોધ કરીને ગુજરાતના મહત્વપૂર્ણ બૌદ્ધ સ્થળને પ્રકાશમાં લાવનાર આ મહાન પુરાતત્વવિદ હતા. અમેરિકાની પેન્સિલવેનિયા યુનિવર્સિટીના એશિયન સેક્શનના કયુરેટર ઇન્ચાર્જ ગ્રેગ્રી એલ.પોસેલે ગુજરાત રાજ્યના પુરાતત્વ ખાતા સાથે રોજડીના ટીંબા ઉપર આગળ નું ઉત્ખનન કર્યું ત્યારે પી.પી. પંડ્યાને અંજલિ આપતા લખ્યું હતું કે પી. પી. પંડ્યાએ પાયોનીયર ઇન ધ આર્કિયોલોજી ઓફ ગુજરાત હતા.
૧૨ ફેબ્રુઆરી ૧૯૬૦ના રોજ સવારે તેમનું ૩૯ વર્ષ ૩ મહિના અને ૧૭ દિવસની ઉંમરે અવસાન થયું અને ભારતે એક મહાન પુરાતત્વવિદ ગુમાવ્યા. પુરાતત્વ વિશે જાણનાર કે પુરાતત્વની શોધખોળ કઈ રીતે કરી શકાય એ સમજનાર વ્યક્તિને એમ લાગે કે બે જિંદગી જરૂર પડે એવું મહત્વનું કાર્ય આ વ્યક્તિએ ૩૯ વર્ષનું આયુષ્ય ભોગવીને કેવી રીતે કર્યું હશે. પી.પી.પંડ્યાએ અલ્પ આયુષ્ય ભોગવ્યું તે કાઠિયાવાડના પુરાતત્વ માટે એક કમનસીબી હતી.
આ પરિચય પુસ્તિકાથી રસિકજનો અને વિધાર્થીઓ એમની નિષ્ઠા આવડત અને પોતે કરેલા કાર્યને જાણી ઘણું સમજી શકશે. આથી લેખિકા સંધ્યા ભટ્ટ અને પરિચય ટ્રસ્ટ બને અભિનંદનના અધિકારી બન્યા છે,આ પુસ્તિકાને કંકુ ચોખાથી વધાવું છું.
પુસ્તક અંગે વધુ માહિતી માટે શ્રી પરેશભાઇ પંડયા (મો.૯૮૨૫૨ ૧૮૯૦૩)નો સંપર્ક કરી શકાય છે.
-ડો.પ્રદ્યુમ્ન ભ.ખાચર
(4:23 PM IST)










