<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th February 2025

ગાર્ડન વરેલી દ્વારા ‘‘બ્‍લૂમ ઇન ગાર્ડન'' લોન્‍ચઃ નવું કલેકશન રજૂ

ટેકસટાઇલ પ્રદર્શન નિહાળી નરેન્‍દ્રભાઇ મોદી પ્રભાવિત

રાજકોટ, તા. ર૪: ભારતીય ટેક્‍સટાઇલ ઉદ્યોગનું એક પ્રતિષ્ઠિતનામ ગાર્ડન વરેલી, હવે દીયટર્જી ગ્રુપ (TCG)ના માલિકી હેઠળ નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. ભારત ટેક્‍સ ૨૦૨૫ દરમિયાન, બ્રાન્‍ડે તેનું વિશિષ્ટ સંગ્રહ ‘બ્‍લૂમ ઇન ગાર્ડન''રજૂ કર્યું, જે શિલ્‍પકલા, સજ્જતા અને આધુનિક ફેશનનું સમર્થન કરે છે. સાથે સાથે,‘પ્રિન્‍ટ ઓફ ઇન્‍ડિયા' કલેક્‍શન પણ રજૂ કરાયું, જે ભારતના સમૃદ્ધ ટેક્‍સટાઇલ વારસાને વૈવિધ્‍યતા અર્પે છે.

આ ભવ્‍ય પ્રદર્શનમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્ર મોદીની હાજરી, ‘મેક ઇન ઇન્‍ડિયા' હેઠળ ેક્‍સટાઇલ ઉદ્યોગના વિકાસ માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેઓએ  વિવિધ ટેકસટાઇલ ઉદ્યોગોના પ્રખ્‍યાત અધિકારીઓ સાથે ચર્ચા કરી. ગાર્ડન વરેલીના CEOશ્રી અમિતાવાબેનર્જી, મેન-મેડ ફાઇબર આધારિત ટેક્‍સટાઇલ ઉદ્યોગની હાલની સ્‍થિતિ અને તેનો ઝડપી વિકાસ કરવા માટેના પ્રયાસો અંગે પ્રધાનમંત્રીને માહિતી આપી હતી. 

ઉદ્ધાટનના દિવસે, કાપડ મંત્રી શ્રી ગિરિરાજ સિંહ ગાર્ડન-MCPI સ્‍ટોલ પર આવ્‍યા હતા.MCPIના મેનેજિંગ ડિરેકટર શ્રી દેવી પ્રસાદ પાત્રા અને વરેલી ડિવિઝનના CEO શ્રી મહેન્‍દ્રસિંહ ભદૌરિયા, હાજર હતા. PTA, યાર્ન અને ફેબ્રિક ઉત્‍પાદનમાં TCG ગ્રુપની વિશિષ્ટતા અને તેની પ્રગતિ અંગે ચર્ચા કરી.

(5:06 PM IST)