તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th February 2025
રાંદરડા તળાવ ચોખ્ખો ચણાક કરાયોઃ સફાઇ ઝુંબેશ

રાજકોટઃ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા તથા નિરંકારી મિશનના સંયુકત ઉપક્રમે સ્વચ્છ જલ સ્વચ્છ મન ના કાર્યક્રમ અંતર્ગત રાંદરડા તળાવની સફાઇ ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ આ સફાઇ ઝુંબેશમાં મેયર શ્રીમતિ નયનાબેન પેઢડીયા તથા રાજકોટ મહાનગરપાલિકાના પર્યાવરણ ઇજનેર વી.આર.ચાવડા . સેનિટેશ ઓફિસર, સેનેટરી ઈન્સ્પેકટર, સેનેટરી સબ ઇન્સ્પેકટર તેમજ સંત નિરંકારી મિશનના ૧૫૦ લોકો જોડાયેલ ઉપરોકત સફાઇ ઝુંબેશમાં જે.સી.બી. ડમ્પર, ટ્રેકટર તથા મીની ટિપર દ્વારા ૨૪ ટન કચરાનો નિકાલ કરવામાં આવેલ.
(4:30 PM IST)










