<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th February 2025

જિલ્લા પંચાયતમાં ૧૦ માર્ચે કારોબારી ૧૫ થી ૨૫ વચ્‍ચે બજેટ માટે સામાન્‍ય સભા

 

રાજકોટ તા ૨૪:  જિલ્લા પંચાયતમાં નગરપાલિકાઓની ચૂંટણીની આચારસંહિતા પૂર્ણ થતા નવી કામગીરીનો ધમ ધમાલ શરૂ થયો છે. હવે પછી બજેટ માટે બેઠક મળનાર છે  . તારીખ ૫ માર્ચ સુધીમાં જુદી જુદી સમિતિઓની બેઠકો મળશે તા.૧૦મી એ કારોબારી સમિતિ મળશે ત્‍યારબાદ તુરત બજેટ માટે ખાસ સામાન્‍ય સભા બોલાવવામાં આવશે

જિલ્લા પંચાયતની પ્રણાલીકા મુજબ પહેલા બજેટ  કારોબારીમાં રજૂ કરવામાં આવે છે કારોબારી ની બહાલી બાદ બજેટ સામાન્‍ય સભામાં રજૂ થાય છે .૩૧ માર્ચ સુધીમાં પંચાયતમાંથી બજેટ મંજુર થઈને વિકાસ કમિશનર કચેરીમાં પહોંચી જવું જરૂરી છે. નવા ડીડીઓ અનંદુ સુરેશ ગોવિંદ આવ્‍યા પછી પ્રથમ વખત કારોબારી બેઠક અને સામાન્‍ય સભા મળશે પંચાયતની શાખાઓમાં બજેટની તૈયારી ચાલી રહી છે.

(4:37 PM IST)