<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th February 2025

હરિદ્વાર સોસાયટીમાં રોડ કરાવોઃ નગરસેવકો ગાંઠતા નથીઃ સ્‍થાનીકોની હૈયાવરાળ

શહેરના વોર્ડ નં. ૧૮ના કોઠારીયા સોલવન્‍ટ વિસ્‍તારના રહેવાસીઓની શાસક પક્ષ નેતાને ઉગ્ર રજુઆત મનપા અને વોર્ડના કોર્પોરેટરોને જાણ કરવા છતાં રસ્‍તા બીસ્‍મારઃ ચોમાસા પહેલા કામ પૂર્ણ કરાવવા માંગઃ લીલુબેન જાદવે સમસ્‍યા હલ કરવા સંબંધીત અધિકારીને સૂચના આપી

કોઠારીયા સોલવન્‍ટ વિસ્‍તારની હરિદ્વાર સોસાયટીના રહેવાસીઓ દ્વારા રોડનું કામ પૂર્ણ કરાવવા શાસક પક્ષ નેતા લીલુબેન જાદવને મળી રજૂઆત કરી હતી. ત્‍યારની તસ્‍વીરમાં સ્‍થાનીકો તથા લીલુબેન દર્શાય છે. (તસ્‍વીર : અશોક બગથરીયા) (ર.૧૯)

રાજકોટ તા.૨૪: શહેરના વિવિધ વિસ્‍તારોમાં બિસ્‍માર રસ્‍તાઓ રિપેર કરવા મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્‍યારે વોર્ડ નં.૧૮માં કોઠારીયા સોલવન્‍ટ વિસ્‍તારની હરિદ્વાર સોસાયટીમાં મેટલીંગ કામ શરૂ કરાયા બાદ ત્‍યાં વરસાદી પાણીના નિકાલનો પ્રશ્ન ઉદભવતા કામ રોકી દેવામાં આવ્‍યું છે.

આજે સ્‍થાનિકો દ્વારા શાસકપક્ષ નેતા લીલુબેન જાદવને મળી સમગ્ર મામલો જણાવી તુરંત કામ શરૂ કરાવવા માંગ કરી હતી. સ્‍થાનીકોએ જણાવેલ કે, તંત્ર દ્વારા અમોને મેટલીંગ કામ અંગે જાણ કરવામાં આવી હતી. ત્‍યારબાદ વરસાદી પાણીની નિકાલની વ્‍યવસ્‍થા અમે સોસાયટીવાસીઓ દ્વારા કરવાની રહેશેનું જણાવી કામ અટકાવી દેવામાં આવ્‍યું હતું. શાસકપક્ષ નેના લીલુબેને તુરંત સંબંધીત અધિકારીને આ અંગે સુચના આપી હતી.

આ અંગે રહેવાસીઓ દ્વારા વોર્ડના કોર્પોરેટરો તથા મનપામાં પણ અરજી કરતા યોગ્‍ય જવાબ મળેલ નહીં હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્‍યો હતો.

લતાવાસીઓ દ્વારા શાસક પક્ષ નેતાને લખેલ પત્રમાં અમો વોર્ડ નં.૧૮ માં કોઠારીયા સોલવન્‍ટ વિસ્‍તારના હરિદ્રાર સોસાયટી નં.૨, શેરી નં.૫ માં રહીએ છીએ કે જયાં અત્‍યારે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા શેરીમાં મેટલીંગની કામગીરી ક૨વા માટે અમોને જાણ કરવામાં આવેલ છે કે જયાં ચોમાસામાં વરસાદના પાણી ભરવાની સમસ્‍યા ઉદભવી શકે છે તેના કારણે કામગીરી સ્‍થગીત કરવામાં આવી છે. અમો બધા શેરીના રહેવાસી અમારા વોર્ડ નં. ૧૮ ના કોર્પોરેટર સંજયભાઈ રાણાને અરજી કરેલી છે પણ તેમણે કોઈ જવાબ આપેલ નથી. અને અમે લોકો RMC માં પણ અરજી કરેલ છેપણ ત્‍યાંથી કોઈ ઉકેલ આવ્‍યો ન હોવાનો આક્ષેપ કરવાની સાથે અત્‍યારે હાલ અમારી હરિદ્વાર સોસાયટી શેરી નં. ૫ સહમત છે અને અરજી દ્વારા આ રોડનું કામ પુર્ણ કરે એવી પત્રના અંતમાં જણાવ્‍યું હતું.

(4:45 PM IST)