<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th February 2025

કેન્‍દ્રીય બજેટથી ગુજરાતમાં નવી ઉર્જા, રાજકોટમાં રોજગારીની વિશેષ તક

કેન્‍દ્રીય મંત્રી અજય ટમટાએ રાજકોટમાં બજેટને વખાણ્‍યું

 

રાજકોટ સર્કીટ હાઉસમાં ગઇકાલે કેન્‍દ્રીય મંત્રી શ્રી અજય ટમટાએ પત્રકાર પરિષદ સંબોધેલ તે પ્રસંગની તસ્‍વીરમાં બાજુમાં સાંસદ રામભાઇ મોકરિયા, ભાજપના પ્રવકતા રાજુભાઇ ધ્રુવ, મેયર નયનાબેન પેઢડિયા, ધારાસભ્‍ય ડો. દર્શિનાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, મહામંત્રીઓ માધવ દવે, વિરેન્‍દ્રસિંહ ઝાલા, અશ્‍વિન મોલિયા વગેરે ઉપસ્‍થિત છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરિયા)

રાજકોટ તા. ર૪: કેન્‍દ્રના માર્ગ પરિવહન અને રાજમાર્ગ રાજયમંત્રી શ્રી અજય ટમટાએ ગઇકાલે રાજકોટમાં પત્રકાર પરિષદમાં કેન્‍દ્રીય બજેટની ભરપૂર પ્રશંસા કરી બજેટને ગુ઼જરાત માટે નવી ઉર્જા તથા રાજકોટ માટે મહિલાઓને રોજગારીની નવી તકો આપનારૂં ગણાવ્‍યું હતું.

શ્રી અજય ટમટાએ જણાવેલ કે આ વખતનું ભારત સરકારનું બજેટ ઐતિહાસિક છેુ. તો ગુજરાત જેવા પ્રગતિશીલ રાજયો માટે નવી ઉર્જા પ્રદાન કરે છે. ગરીબો, યુવાનો, મહિલાઓ, ખેડૂતો વગેરેને આર્થિક સશકત બનાવવા ઘણી નવી યોજનાઓ છે. નવી અર્થવ્‍યવસ્‍થા મુજબ રૂા. ૧ર લાખ સુધીની આવક પર કોઇ ટેક્ષ લાગશે નહિં. ગુજરાતના ખેડૂતો માટે ૧ હજાર કરોડ રૂપિયાની માઇકો ઇરીગેશન સિસ્‍ટમને મજબૂતાઇ મળશે. ગુજરાતના ખેડૂતોને દેશભરમાં ખેતી ઉપજ વેંચવા માટે વધુ ટેક્ષ સુવિધા મળશે રાજકોટથી શાકભાજી અને ફળોનું પરિવહન સરળ બનશે.

કેન્‍દ્રીય મંત્રીએ જણાવેલ કે ગુજરાતના બહેનો માટે ૧ હજાર કરોડ રૂપિયાનું વિશેષ  પેકેજ આપવામાં આવ્‍યું છે. રાજકોટની મહિલાઓને વધુ ઉદ્યોગ અને હસ્‍તકલા ક્ષેત્રે નવી તક મળશે રાજકોટ સહિત ગુજરાત માટે કેન્‍દ્રીય બજેટ નવી ઉમ્‍મીદ જગાડનારૂં છે. આર્થિક વિકાસની સાથે સામાજિક સુરક્ષા મજબૂત કરવાની દિશામાં મહત્‍વનું પગલું છે. વિકસિત ભારતને દ્રષ્‍ટિકોણ સાકાર કરવામાં મદદ કરનારૂ બજેટ છે. ગુજરાત દેશનું સૌથી સમૃધ્‍ધિ અને વિકસિત રાજય બનશે.

(4:56 PM IST)