<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

રામનાથપરામાં ટુર ટ્રાવેલ્‍સ સંચાલક અને પત્‍નિ પર સગા ભાઇ, ભત્રીજાઓનો ટોળકી રચી છરી-તલવારથી હુમલો

ગુલામકાદરખાન યુસુફી અને પત્‍નિ રામનાથપરાના મકાને સુવા જતાં હોઇ તે નશાની આદત ધરાવતાં ભત્રીજા નોહીનને ન ગમતાં ખાર રાખી હુમલો કર્યાની એ-ડિવીઝનમાં ફરિયાદ

રાજકોટ તા. ૨૫: નવયુગપરામાં રહેતાં અને કલરકામ તથા હજની ટુરનું કામ કરતાં આધેડ તથા તેના પત્‍નિને રામનાથપરા જુની જેલ નજીક સગા મોટા ભાઇ, ભત્રીજાઓ સહિતનાએ ટોળકી રચી તલવાર, ધોકા, છરીથી હુમલો કરી ઘાયલ કરી મારી નાખવાની ધમકી આપતાં પોલીસે કાર્યવાહી કરી હતી. આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે ઘાંચીવાડ નવયુગપરા-૧ના ખુણે જેડી પાન પાસે રહેતાં અને કલરકામ કરવાની સાથે ટુર્સ ટ્રાવેલ્‍સનો ધંધો કરતાં ગુલામકાદરખાન મજીદખાન યુસુફી (ઉ.વ.૪૮)ની ફરિયાદ પરથી નજીરખાન મજીદખાના યુસુફી, નોહીનખાન નજીરખાન યુસફી, બીલાલખાન નજીરખાન યુસુફી, નુરજહાં નજીરખાન યુસુફી, અફસાના નજીરખાન યુસુફી, રોશનબેન નોહીનખાન યુસુફી અને નોહીનખાનના ત્રણ મિત્રો વિરૂધ્‍ધ રાયોટીંગનો ગુનો નોંધ્‍યો છે.

ગુલામકાદરખાને જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને મારે બે દિકરા છે. જેમાં મોટો દિકરો રિયાઝ અને નાનો સાહીલખાન છે આ બંને પરિણીત છે. મોટો પ્રાઇવેટ નોકરી કરે છે. જ્‍યારે નાનો કલરકામ કરે છે. હું પણ કલરકામ કરવાની સાથે અમારા સમાજના લોકોને હજ યાત્રા કરાવુ છું. ઘરે બેઠા હું ટુર ટ્રાવેલ્‍સનું આ કામ કરુ છું. મારા પત્‍નિનું નામ રેશ્‍માબેન છે. અમે ચાર ભાઇઓ છીએ જેમાં મોટાનું નામ નજીરખાન છે, જે તેના પરિવાર સાથે રામનાથપરા-૬માં હુશેની ચોક ખાનસાહેબ મંજીલ ખાતે રહે છે. તેનાથી નાના મુર્તુઝાખાન હયાત નથી. એ પછી હમીદખાન એસટી વર્કશોપ પાસે રહે છે.

ગત ૨૩/૨ના રાતે પોણા અગિયારેક વાગ્‍યે હું અને મારા પત્‍નિ રેશ્‍માબેન રામનાથપરા હુશેનીચોક-૬ ખાતે ખાન સાહેબના મંજીલ ખાતે સુવા માટે મારુ એકટીવા લઇને ગયા હતાં. રસ્‍તામાં રામનાથપરા પોલીસ લાઇન પાસે હોથી સર્વિસ સ્‍ટેશન નજીક સામેના રોડ પર પહોંચતા મારો ભત્રીજો નોહીનખાન નજીરખાન, બીલાલ નજીરખાન, મોટા ભાઇ નજીરખાન મજીદખાન, નોહીનના ત્રણ મિત્રો તેમજ નોહીનના પત્‍નિ, બહેન સહિતના હાજર હતાં. આ બધાએ મારુ એક્‍ટીવા અટકાવ્‍યુ હતું અને ઝઘડો કરી નોહીને ધોકો કાઢી એક્‍ટીવામાં મારી તેમજ મને પણ હાથે-પગે ઘા ફટકાર્યા હતાં.

મારા પત્‍નિને પણ ગાળો દઇ મારકુટ કરવા માંડયા હતાં. બીલાલે તલવારની ઉંધી સાઇડ મને મારી હતી, તેમજ છરી કાઢી પગમાં મારી દીધી હતી. હું ભાગવ ાજતાં નોહીનના મિત્રએ પાછળ દોડી ઉંધી તલવારી મારી હતી. હું જેક. ટાગયર પાસે બેસી ગયો હતો. ત્‍યાં મારા પત્‍નિ પણ મારી પાસે દોટ મુકી આવી હતી. મને મોઢાના ભાગે, ડાબી આંખ નીચે અને નાકમાં ઇજા થઇ હતી. આ દરમિયાના મારો દિકરો સાહિલખાન રિક્ષા લઇને નીકળતાં તેણે ૧૦૮ બોલાવી હતી અને મને તથા મારા પત્‍નિને સારવાર માટે ખસેડયા હતાં. અમે રામનાથપરાના ડેલામાં સુવા આવીએ તે ભત્રીજા નોહીનને ગમતું નથી. તે દારૂ પીવાની ટેવ ધરાવતો હોઇ અને ખરાબ કામ કરતો હોઇ તેને ના પાડતાં ખાર રાખી તલવાર, ધોકા, છરીથી હુમલો કરી ધમકી આપી હતી. તેમ વધુમાં ગુલામકાદરખાને જણાવતાં હેડકોન્‍સ. ડી. કે. પરમારે ગુનો નોંધ્‍યો હતો. (૧૪.૭)

(2:25 PM IST)