<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

હોર્ન કેમ વગાડો છો? કહી એક્‍ટીવામાં બેઠેલા ત્રણ શખ્‍સોનો હોટલ સંચાલક સાથે ડખ્‍ખો

મહિરાજ હોટલવાળા કાના વરૂની કારમાં અજાણ્‍યાએ છરી મારી કાચ ફોડી નાંખ્‍યોઃ બીગ બાઝાર પાસે બનાવઃ માલવીયાનગર પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૨૫: દોઢસો ફુટ રીંગ રોડ પર સાઇડ કાપવા મામલે એક્‍ટીવા પર બેઠેલા ત્રણ શખ્‍સોએ કારમાં બેઠેલા હોટલ સંચાલક સહિતની સાથે માથાકુટ કરી છરીથી કારનો કાચ ફોડી નાંખી નુકસાન કરી ગાળો દેતાં ફરિયાદ થઇ છે. આ બનાવમાં માલવીયાનગર પોલીસે નવલનગર-૧૭ માતૃકૃપા ખાતે રહેતાં અને ગોંડલ રોડ પર મહિરાજ હોટલ ચલાવતાં કાના સવાભાઇ વરૂ (ઉ.વ.૩૦)ની ફરિયાદ પરથી એક્‍ટીવા જીજે૦૩પીબી-૭૨૮૩માં ત્રણ સવારીમાં આવેલા ત્રણ શખ્‍સો વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

કાના વરૂએ જણાવ્‍યું છે કે હું અને મારા મામાનો દિકરો લાલા ભીમભાઇ ડાંગર તથા મિત્ર તેજસ દિવ્‍યેશભાઇ રાઠોડ ત્રણેય તા. ૨૨/૨ના રાતે ત્રણેક વાગ્‍યે લગ્ન પ્રસંગમાં મુંજકા ગયા હતાં. ત્‍યાંથી અમે ગોંડલ રોડ પી.ડી. માલવીયા કોલેજ પાસે આવેલફી અમારી હોટલ ખાતે  કાર જીજે૦૩કેપી-૯૭૮૭માં લઇને જતાં હતાં. આ વખતે કાર લાલાભાઇ ચલાવતો હતો અને હું ડ્રાઇવર સીટની બાજુમાં બેઠો હતો.

અમે દોઢસો ફુટ રીંગ રોડ બીગ બાઝાર પાસે પહોંચ્‍યા ત્‍યારે આગળ ત્રણ સવારીમાં એક્‍ટીવા જતું હતું, અમારે સાઇડ લેવી હોઇ લાલાભાઇએ હોર્ન વગાડવા છતાં એક્‍ટીવાચાલકે સાઇડ આપી નહોતી. બાદમાં બીગ બાઝાર ચોકમાં અચાનક જ એકટીવાચાલકે વાહન ઉભુ રાખી દીધુ હતું અને અમારી પાસે આવી કેમ સતત હોર્ન વગાયો છો? કહી ઝઘડો કર્યો હતો. ત્રણમાંથી એક જે છરી કાઢી હતી અને હું જે સાઇડમાં બેઠો હતો તે કાચ પર ઘા મારી કાચ ફોડી નાંખ્‍યો હતો અને નુકસાન કર્યુ હતું. બાદમાં મેં નીચે ઉતરીને એકટીવાના નંબર જોયા હતાં. બાદમાં ત્રણેય ભાગી ગયા હતાં. હેડકોન્‍સ. એ. વી. ચાવડાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. (૧૪.૭)

(2:25 PM IST)