<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

શ્રી ફાઉન્‍ડેશન અને શેર વિથ સ્‍માઇલ દ્વારા ત્રીજા સમુહ લગ્નોત્‍સવનું જાજરમાન આયોજન

શિવજીનો વરઘોડો નિકળશે, બ્રહ્મા-વિષ્‍ણુ-મહેશ અને ભુતડાઓના પાત્રો જાનમાં જોડાશેઃ વ્‍યાજ, દહેજ, કુરીવાજોને તિલાંજલી અપાશેઃ સ્‍પીડવેલ ચોકમાં ગોકુળીયુ ગામનું નિર્માણઃ ફિલ્‍મ જેવો સેટ બનાવાયો

રાજકોટ તા.રપઃ  આવતીકાલે મહાશિવરાત્રીના પાવન પર્વ પર ૧૧ અનાથ વહાલુડીના શાહી વિવાહ ‘‘શ્રી ફાઉન્‍ડેશન'' અને ‘‘શેર વિથ સ્‍માઈલ'' દ્વારા મવડી ગ્રીન પાર્ટી પ્‍લોટમાં યોજાશે આ તળતીય સમૂહ લગ્નોત્‍સવમાં ૧૧ અનાથ દીકરીઓના વિવાહ કરવામાં આવશે. જેમાં આ અને સંસ્‍થાઓ અને દાતાઓ હાલા દીકરીઓ વોશિંગ મશીન ટીવી ઘરઘટી સોના ચાંદીની વસ્‍તુઓ સહિત ૨૦૦ થી વધુ વસ્‍તુઓ કરિયાવરમાં દેવામાં આવશે

કોડભરી દિકરીઓના સ્‍વપ્ન સમાન લગ્ન કરી આપવામાં આવશે. સમૂહ લગ્નનું આયોજન નકકી થયા પછી લગ્નજીવનનો સંસાર શરૂ કરવા ઈચ્‍છુક અનાથ દીકરીથી (જેના માતા અને પિતા બન્ને હયાત નથી) તેને પ્રાથમીકતા આપવામાં ંઆવે છે. દીકરીઓના સ્‍વપ્ન સાકાર કરતા લગ્ન તો કરાવવામાં આવેજ છે, સંસ્‍થા અને દાતાઓ દ્વારા કરિયાવરમાં કાંઈ પણ ઓછું ન રહી જાય તેની પૂરી તકેદારી રાખવામાં આવે છે. પુજાપાથી લઇ પાનેતર ની સાથે સાથે બ્‍યુટી પાર્લર નો પણ ખર્ચો આયોજકો દ્વારા કરવામાં આવે છે. કરિયાવરમાં સોનાની ચુક, ચાંદીનો સેટ, ચાંદીના સાકડા, ચાંદીના તુલસી કયારા, ચાંદીની ગાય, વોશિંગ મશીન, સ્‍માર્ટ ટીવી સેટ સહિતની ૨૦૦ જેટલી ચીજ વસ્‍તુઓ આપવામાં આવશે તેમ સંસ્‍થાના આગેવાનોએ જણાવ્‍યું છે.

૧૧ દીકરીઓના વિવાહની સાથે સાથે આ સમુહ લગ્નમાં શિવજીનો વરઘોડો પણ કાઢવામા આવશે તેમાં બ્રહ્મા વિષ્‍ણુ મહેશ અને ભુતડાઓના પાત્રો પણ જાનમાં જોડાશે અને શિવજીના વરઘોડાની સાથે સાથે ૧૧ વરરાજાના વરઘોડાના સામૈયા કરવામાં આવશે. આ સમૂહ લગ્ન સમી સાંજે કરવામાં આવશે, જેમાં સંસ્‍થા દ્વારા સાત ફેરા ની સાથે વ્‍યાજ, દહેજ, કુરિવાજોને, તીલાંજલી જેવી પર્યાવરણીય રાષ્‍ટ્રીય સપદાનું જતન, રક્‍તદાન, દેહદાન, નેત્રદાન,સ્ત્રીભળણ હત્‍યા નહીં કરવાની પ્રતિજ્ઞા સાથી સાથે મતદાનમાં પણ જાગળતિ રાખવી શ્રેષ્ઠ રાષ્‍ટ્ર નિર્માણમાં સાચા નાગરિક તરીકેની ફરજ બજાવી જેવા અનેક મંત્રોને સાર્થક કરવાના સંકલ્‍પો લેવડાવવામાં આવશે.

આ આયોજન ૨૫ થી ૪૦ વર્ષના યુવાનો દ્વારા કરવામાં આવ્‍યું છે અને તમામ યુવાનો વ્‍હાલુડીના વીર બનીને તેમના શાહી લગ્ન કરાવશે.આ શાહી ઠાઠ માઠ વાળા લગ્નમાં જાય કે રાજકોટમાં એક ફિલ્‍મનો જ સેટ ઉભો કરી દેવામાં આવશે તેવું  અદભુત આયોજન કરવામાં આવશે. સમૂહ લગ્નમાં ત્રણ દિવસ પહેલાથી જ સ્‍પીડવેલ ચોકમાં રોશની કરી દેવામાં આવી છે અને ગોકુળીયુ ગામ જ ત્‍યાં નિર્માણ કરી દેવામાં આવ્‍યુ છે અને લોકો માટે તે એક આકર્ષણનું કેન્‍દ્ર બની બેઠું છે. ગુજરાતના સારા સારા લગ્નને ઝાંખા પાડી દે તેવું થીમ બેઝ લગ્ન મંડપનું ડેકોરેશન કરવામાં આવશે અને જેવા લગ્ન કરાવવામાં આવે છે તેઓ જ શાહી જમણવાર કરાવવામાં આવશે. સાથો સાથે આ આયોજનમાં સંસ્‍કળતીનું પણ એટલું જ ધ્‍યાન રાખવામાં આવ્‍યું છે કે સાંસ્‍કળતિક વૈદિક મંત્રોચાર સાથે ૧૧ ભૂદેવો દ્વારા કન્‍યાઓના લગ્ન કરાવવામાં આવશે.

આ આયોજન ને સફળ બનાવવા માટે કેયુરભાઈ રૂપારેલ, સુરાજભાઈ ડેર, બ્રિજેશભાઈ પટેલ, કપિલભાઈ પંડ્‍યા, અભિષેકભાઈ તાળા, નીખિલભાઈ પોપટ, અભીભાઈ તલાટીયા, વિજયભાઈ મકવાણા, સર્વેશ્વરભાઈ ચૌહાણ, દર્શનભાઈ ભટ્ટી, મિતુલભાઈ ગોસ્‍વામી. રોહિતભાઈ કંકાણીયા, વિક્રમભાઈ બોરીયા, અનિરુદ્ધસિંહ વાળા, રોહિત રાજપૂત સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્‍વીરમાં અભિષેક તાળા, સુરજ ડેર, બ્રિજેશ પટેલ, અનિરૂધ્‍ધ વાળા, અભિ તલાટીયા, શહેર ભાજપ વોર્ડનં.૭ના પુર્વ પ્રમુખ કૌશીકભાઇ ચાવડા નજરે પડે છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા) (૩પ.૧પ)

(2:36 PM IST)