તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th February 2025
મનપાની ફૂડ શાખા દ્વારા રિલાયન્સ મોલમાંથી ગોળ સહિત ૪ નમૂના લેવાયા
શાસ્ત્રી મેદાન, રાજનગર ચોક વિસ્તારના હોકર્સ ઝોનમાં ૪૦ ધંધાર્થીને ત્યાં ચેકીંગ : ૧૪ ને નોટીસ

રાજકોટ, તા. રપ : રાજકોટ, તા. રપઃ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના શાસ્ત્રી મેદાન સામે હોકર્સ ઝોન તથા રાજનગર ચોક થી માયાણી ચોક સુધીના વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૪૦ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૧૪ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાદ્ય ચીજોના કુલ ૩૭ નમૂનાની સ્થળ પર ચકાસણી કરી હતી. તેમજ રિલાયન્સ રિટેલ લિમીટેડમાંથી ૪ નમૂના લેવાયા હતા.
આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ ફૂટ શાખા દ્વારા વિશાલ ઘૂઘરા, સોનું ઘૂઘરા, સીતારામ છોલે ભટુરે, જય સોમનાથ ઘૂઘરા, શ્રી રામદેવ ભેળ, રૂહી મોમઝ, પ્રકાશ ઘૂઘરા, જય માતાજી છોલેભટુરે, અમરનાથ ડેરી ફાર્મ, શિવ શક્તિ ઘૂઘરા, શ્રી હરિ ભોજનાલય, જૈનીલ ડાઈનિંગ હોલ, ગણેશ મદ્રાસ કાફે તથા A to Z ઘૂઘરા -સહિત -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. ખાદ્ય વેંચાણ કરતા વેપારીને ત્યાં ચેકીંગ કરી નમૂના લેવાયા
ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ રસમલાઈ ગોલ્ડ દેસી ગોળ (૮૦૦ ગ્રામ પેક્ડ) ZAHIDI DATES (500 GM PKD): "NATURE'S CHOICE" ROYALE FARD DATES (500 GM PKD): તથા "EMPEROR DATES" ZAHIDI DATES (500 GM PKD) સહિત ૪ ખાદ્ય ચીજોના નમૂના રિલાયન્સ રિટેલ લિમિટેડ, નાના મવા ચોક પાસે, ૧૫૦ ફૂટ રિંગ રોડ ખાતેથી લેવામાં આવ્યા છે.
(2:36 PM IST)










