<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

દ્વારકા શારદાપીઠના જગદગુરૂ શંકરાચાર્ય સ્‍વામી સદાનંદ સરસ્‍વતીજીની શિવરાત્રીએ રતનપરમાં પધરામણી

ગુરૂવાર સુધી રતનપર ચંદ્રમૌલિશ્વર મંદિરે રોકાણ કરશે...

રાજકોટઃ દ્વારકાશારદાપીઠના જગદગુરૂ શંકરાચાર્ય સ્‍વામી સદાનંદ સરસ્‍વતીજી મહારાજની શિવરાત્રિએ રાજકોટ- રતનપરમાં પધરામણી થશે. તેઓ રતનપર ખાતે આવેલા ચંદ્રમૌલીશ્વર મહાદેવ મંદિરે પધરામણી કરશે.આ બે દિવસ સુધી ભકતો જગદગુરૂ શંકરાચાર્યજીના દર્શન અને આર્શિવાદનો લ્‍હાવો લઇ શકશે.

શિવરાત્રિને લઈને ચંદ્રમૌલીશ્વર મહાદેવ મંદિર ખાતે આયોજિત શિવ પુજા, મહાપ્રસાદ અને આર્શીવચન કાર્યક્રમનું આયોજન કરાયું છે.શિવરાત્રિના દિવસે જગદગુરૂ શંકરાચાર્યની પધરામણી થતી હોય ભકતોમાં ઉત્‍સાહની લાગણી છવાઈ છે. શંકરાચાર્યજીના આર્શિવાદ મેળવવાનો સમય સવારે ૧૦ થી ૧૨ અને સાંજે ૫ થી ૮.૦૦ નો રહેશે. ભકતોને દર્શનનો લ્‍હાવો લેવા માટે અનુરોધ કરવામાં આવ્‍યો છે.

રાજકોટમાં રતનપર ખાતે સ્‍થિત ચંદ્રમૌલિશ્વર મહાદેવ મંદિરે શિવલીંગ સ્‍ફટિક (ક્રિસ્‍ટલ) નુ છે. જેની ઉંચાઇ ૧.૨૫ ફૂટ છે.આ શિવલિંગની પ્રાણ-પ્રતિષ્ઠા  દ્વારકાના શંકરાચાર્ય બ્રહ્મલિન સ્‍વામી સ્‍વરૂપાનંદ સરસ્‍વતી જી મહારાજ ના  હસ્‍તે કરવામાં આવેલઅંહિ દર વર્ષે શિવરાત્રિના દિવસે વિશેષ પુજા- અર્ચના થાય છે.ભગવાન શિવના માત્ર ૩ મંદિરો છે જયાં શિવલિંગ સ્‍ફટિકથી બનેલું છે.જે પૈકીનું એક રતનપર ખાતે સ્‍થિત ચંદ્રમૌલેશ્વર મહાદેવનું મંદિર છે.સ્‍ફટિકીય પદાર્થ બરફની જેમ ખૂબ જ ઠંડો હોય છે તેમ યાદીના અંતમાં જણાવાયું છે.

(2:37 PM IST)