<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

સંયમ સાધનાને સફળ બનાવવા ઇમ્‍પ્રુવમેન્‍ટ, ઇમ્‍પલીમેન્‍ટ, ઇન્‍વોલ્‍મેન્‍ટ જરૂરી છેઃ પૂ. ધીરગુરુદેવ

પૂ. ધીરગુરુદેવના સાંનિધ્‍યે પૂ. વનિતાબાઇ મ.સ. આદિની દીક્ષા જયંતિની ઉજવણી

રાજકોટ તા. રપઃ ગોંડલ સંપ્રદાયના પૂ. શ્રી ધીરગુરુદેવના આજ્ઞાનુવર્તી પૂ. રંભાબાઇ મ.સ.ના સુશિષ્‍યા પૂ. નર્મદાબાઇ મ.સ.ના પુત્રી રત્‍ના, તત્‍વવેતા પૂ. વનિતાબાઇ મ.સ.ની ૬૭મી દીક્ષા જયંતિ તેમજ પૂ. મીનાજી-ઇલાજી મ.સ.ની ૩પમી અને પૂ. લીનાજી મ.સ.ની ૩૩મી દીક્ષા જયંતિ અવસરે ડો. સી. જે. દેસાઇ મહાવીર ભવન (માલવીયા ચોક) ખાતે ઉજવણી કરાઇ હતી.

પૂ. ધીરગુરુદેવે જણાવેલ કે, દીક્ષા જયંતિનો દિવસ એટલે આત્‍મ અવલોકન, આત્‍મ ભાવમાં રમણતા અને અંતર સોપાન ચડવાનો દિવસ છે. સાધકે Improvement = શુધ્‍ધિકરણ, Impliment = નવી નવી આરાધનાનું અમલીકરણ અને Involvment - એક રસ બનીને સાધનામાં પ્રગતિ કરવાની છે.

સંયમ સમાધિ પ્રવચન પૂર્વે ૬૬૬ સમૂહ ભકતામર સંકલ્‍પ જાપ સંપન્‍ન થયેલ, ર૦રપમાં પૂ. વનિતાબાઇ મ.સ.નું ચાતુર્માસ ઓમાનવાલા ઉપાશ્રય (રોયલ પાર્ક) માં ઘોષિત કરાયું હતું. પૂ. શ્રી ધીરગુરુદેવ તથા પૂ. વનિતાજી મ.સ. આદિની ચૈત્રી આયંબિલ ઓળી વિરાણી પૌષધશાળામાં જાહેર કરાતાં ઉમંગ છવાયો હતો.

પૂ. સુશીલાબાઇ મ.સ.નું શ્રમજીવી અને પૂ. ઉષા-વીણાજી મ.સ.નું વૈશાલીનગર ચાતુર્માસ અને પૂ. ગુણીબાઇ મ.સ.ની આયંબિલની ઓળી ટંકારા જાહેર કરવામાં આવેલ. (૭.રર)

(2:41 PM IST)