<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

જૂની કલેકટર કચેરીમાં બેસતી પુરવઠાની ઝોનલ કચેરીમાં માત્ર ૩૦ ટોકન અપાતા દેકારોઃ બબાલ થઇ

કલેકટરને ફરીયાદઃ બપોરે ર વાગ્‍યે કામગીરી બંધ કરાતા પ્રચંડ રોષ... : ત્રણ-ત્રણ દિવસથી લોકોને ધકકાઃ ઝોનલ ઓફીસરને સાંજે ૬ સુધી કામગીરી કરવા આદેશો

રાજકોટ તા. રપઃ જૂની કલેકટર કચેરીમાં બેસતી પુરવઠાની ઝોનલ-૧ કચેરી સામે ફરી ફરિયાદોના ઢગલા શરૂ થયા છે, લોકોને ર થી ૩ દિવસથી ભારે ધકકા થઇ રહ્યાની વિગતો બહાર આવી છે.

આજે પણ સવારે ૧૦-૧૧ વાગ્‍યે ઝોનલ કચેરીના સ્‍ટાફ અને રેશનકાર્ડની કામગીરી કરવા આવનાર વચ્‍ચે ભારે શાબ્‍દિક ટપાટપી-બબાલ થઇ હતી, દરરોજ માત્ર ૩૦ ટોકન જ અપાતા હોય અનેક લોકોને ભારે ધરમધકકા થઇ રહ્યા છે, જેના પરિણામે આજે તો ભારે દેકારો મચી ગયો હતો, અધુરામાં પુરૂ ઝોનલ ઓફીસર દ્વારા રેશનકાર્ડની કામગીરી બપોરે ર વાગ્‍યે બંધ કરી દેવાની હોવાની વિગતો બહાર આવી હતી, આ તમામ બાબતે આજે કલેકટરને પણ ફરિયાદો થઇ હતી, પુરવઠાના જવાબદાર અધીકારીઓનું ધ્‍યાન દોરાયું હતું.

આ પછી જીલ્લા પુરવઠા તંત્રે ઝોનલ-૧ સહિત તમામ ઝોનલ કચેરીમાં પૂરતા પ્રમાણમાં ટોકન આપવા અને સાંજે ૬ સુધી રેશનકાર્ડ કામગીરી ચાલુ રાખવા આદેશો કરાયા હતા, આજે અરજદારોમાં પ્રચંડ રોષ પણ જોવા મળ્‍યો હતો.

(2:41 PM IST)