News of Tuesday, 25th February 2025
વાવડી વિસ્તારમાં રહેતી ૧૪ વર્ષની પરપ્રાંતીય સગીરા લાપતાઃ અપહરણનો ગુનો
ત્રણ દિવસ પહેલા દાદીને ઉપરના રૂમમાં સૂવા માટે જવાનુ કહી ગયા બાદ ગુમઃ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ, તા. રપઃ મહારાષ્ટ્રની વતની હાલ રાજકોટ વાવડી વિસ્તારમાં પરિવાર સાથે રહેતી ૧૪ વર્ષની સગીરા ત્રણ દિવસ પહેલા રૂમમાં સુવા માટે જવાનું કહી ગયા બાદ લાપતા થતા સગીરાની માતાએ તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી વિગત મુજબ વાવડી વિસ્તારમાં રહેતી પરપ્રાંતીય મહિલાએ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હુ પતિ, સાસુ-સસરા અને દિયર સાથે રહું છું. મારા ર૦ર૪ માં વાવડી વિસ્તારમાં રહેતા યુવક સાથે બીજા લગ્ન થયા હતા. સંતાનમાં પુત્ર અને પુત્રી છે. જેમાં પુત્રી (ઉ.વ. ૧૪) ની છે. દીકરી મહારાષ્ટ્રમાં મારી માતા સાથે રહેતી હતી હું માતાના ઘરે રોકાવવા ગઇ ત્યારે દોઢ મહિના પહેલા મારી ૧૪ વર્ષની દીકરી રાજકોટ સાથે આવી હતી. ગત તા. રર ના રોજ હું તથા પતિ અને દીયર ત્રણેય મોરબી રોડ પર લગ્ન પ્રસંગમાં ગયા હતા દીકરી અને સાસુ અને મામાજીની દીકરી ત્રણેય ઘરે હતા. ત્યારે અમે લગ્ન પ્રસંગમાં હતા ત્યારે મારા દિયરના મોબાઇલમાં સાસુનો ફોન આવતા તેણે જણાવેલ કે ‘દીકરી બપોરે જમ્યા પછી પોતે ઉપરના રૂમમાં સુવા માટે જાવ છું' તેમ જણાવ્યુ હતુ. સાંજે પાંચેક વાગ્યે ચા બનાવવા માટે દીકરીને બોલાવવા જતા તે મળી આવેલ નહીં. તેમ વાત કરતા હું તથા પતિ અને દીયર તુરતજ ઘરે જઇ તપાસ કરતા સગીરા મળી આવેલ નહી. ઘરમાં તપાસ કરતા તેના કપડા અને તેનું બેગ ઘરમાં મળી આવેલ ન હોઇ તેથી સગા સંબંધીને ત્યાં તપાસ કરતા સગીરાનો કોઇ પતો ન લાગતા તાલુકા પોલીસમાં જાણ કરતા પી.એસ.આઇ. એસ.પી. ચૌહાણે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ અપહરણની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:58 PM IST)










