<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

રાજકોટ સીટી વુમન્‍સ કલબનો છઠ્ઠા વર્ષમાં પ્રવેશઃ ૪ માર્ચના મંગળવારે મ્‍યુઝીકલ નાઇટનો કાર્યક્રમ

‘મેરી આવાઝ સુનો' શિર્ષક હેઠળ આયોજીત આ કાર્યક્રમમાં નવા જુના ગીતોની રમઝટ જામશેઃસભ્‍ય બનવા માટે બહેનોએ ફોર્મ ભરી દેવાઃ પ્રફુલાબેન મહેતા

રાજકોટ તા.રપઃ રાજકોટ સીટી વુમન્‍સ કલબનો પહેલો કાર્યક્રમ તા.૪ માર્ચને મંગળવારે બપોરે ત્રણ વાગ્‍યે હેમુ ગઢવી હોલ ખાતે જોરદાર મ્‍યુઝીકલનો કાર્યક્રમ રાખેલ છે. સુપર સિંગરોના સથવારે ‘મેરી આવાઝ સુનો' એક થી એક ચડીયાતા ગીતોની રમઝટ જુના તથા નવા ગીતો નાચો-ઝુમો સિંગર સલીમ મલીક વોઇસ ઓફ મુકેશ, અશ્વિની મહેતા વોઇસ ઓફ લતા-આશા-શમસાદ મેગમ, પ્રિતી ભટ્ટ મલ્‍ટી સીંગર અને ઇરફાન દિવાન વોઇસ ઓફ રફી, રાજુભાઇ ત્રિવેદીના સથવારે વર્ષ દરમ્‍યાન સાત કાર્યક્રમ અને સાથે ચાર એકસ્‍ટ્રા કાર્યક્રમ રાખેલ હોવાનું સંસ્‍થાના બહેનોએ જણાવ્‍યું છે.

સંસ્‍થાના પ્રમુખ પ્રિતીબેન શાહ અને માર્ગદર્શક પ્રફુલાબેન મહેતા તથા કમીટી મેમ્‍બર્સ દ્વારા બહેનોને મનગમતા કાર્યક્રમ આપવા અને બહેનો કેમ આગળ આવે તેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. દરેક સભ્‍ય બહેનો માટે ફીકસ સીટ ‘બી' થી ‘જે' સુધીના રૂા.૧પ૦૦ અને ‘કે' થી ‘વી' સુધીના રૂા.૧૧૦૦ રાખેલ હોવાનું જણાવાયું છે.

કાર્યક્રમનું ઉદ્‌ઘાટન સાંજે પાંચ વાગ્‍યે પરમ પુજય ડો.પરમાત્‍માનંદજી મહારાજશ્રીના હસ્‍તે કરવામાં આવશે.

ફોર્મ ભરવા માટે સ્‍થળ હાલ્‍ડા કોમ્‍પયુટર ઉપર છે. રવિ પ્રકાશનની ઉપર, દિવ્‍યજયોત ઝેરોક્ષ સેન્‍ટર, હિતેશભાઇ, ડો.યાજ્ઞીક રોડ, રાજકોટ.

વધુ વિગત માટે પ્રફુલાબેન મહેતા મો.૯૪ર૮૮ ૯૦ર૭૭, મીરાબેન દોશી મો.૯૯૦૯૩ ૦૦૦૭૭.

આયોજનને સફળ બનાવવા પ્રમુખ પ્રિતીબેન શાહ, માર્ગદર્શક પ્રફુલાબેન મહેતા, સેક્રેટરી મીરાબેન દોશી, કમીટી મેમ્‍બર્સ અલ્‍કાબેન દેસાઇ, અમીષાબેન દેસાઇ, અલ્‍પાબેન દોશી, જલ્‍પાબેન પતીરા, અશ્વિીનીબેન મહેતા, કાશ્‍મીરાબેન નથવાણી, પ્રિતીબેન ભટ્ટ જોડાયા છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(3:13 PM IST)