તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th February 2025
રામનાથ મહાદેવ મંદિર પરિસર અને આસપાસના વિસ્તાર ચોખ્ખો ચણાંક કરાયો : ર૮ ટન કચરાનો નિકાલ
મહાનગરપાલિકા દ્વારા મહાશિવરાત્રીના પવિત્ર તહેવાર અંતર્ગત કાર્યવાહી : દરરોજ જરૂરી ‘સફાઈ ઝુંબેશ' કામગીરીના નિરીક્ષણ માટે મુલાકાત લેતા પદાધિકારીઓ અને અધિકારીઓ

રાજકોટ, તા., ૨૫ : આજથી લગભગ ૫૫૦ વર્ષ પહેલા સ્વયંભૂ રીતે પ્રગટ થયેલ શ્રી રામનાથ મહાદેવ આજી નદીના કાંઠે બિરાજે છે. આજી નદીના બંને વહેણો વચ્ચે સુંદર પ્રાકળતિક વાતાવરણ વચ્ચે બિરાજેલ દેવોના દેવ મહાદેવ ભાવિકો સાથે રાજકોટનું આસ્થા બિંદુ છે. જયારે આજી નદીમાં પૂર આવે ત્યારે આજી નદી પણ રામનાથ મહાદેવનો જલાભિષેક કરે છે. શ્રી રામનાથ મહાદેવના દર્શન તથા પૂજા માટે૨૪ કલાક ભકતજનો આવે છે.શહેરનો સૌથી પ્રાચીન વિસ્તાર જુનું રાજકોટનું રામનાથપરા ‘છોટેકાશી' તરીકે જાણીતું છે. મહાશિવરાત્રી પવિત્ર તહેવાર નિમિતે રાજકોટના હજારો ભક્તો રામનાથ મહાદેવના દર્શન તથા પૂજાનો લાભ લેતા હોય છે.
મહાનગરપાલિકા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા તા.૨૪ રામનાથ મહાદેવ મંદિર પરિસર તેમજ આજુબાજુની સફાઈ ઝુંબેશ કરવામાં આવેલ.જેમાં, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના ૪૦ સફાઇ કર્મચારીઓ, જે.સી.બી-૨, ડમ્પર-૩, ટ્રેક્ટર-૨ તથા મીની ટીપર દ્વારા ૨૮ ટન કચરાનો નિકાલ કરવામાં આવેલ.આ સફાઈ ઝુંબેશની કામગીરીનું નિરીક્ષણ માટે આજ તા.૨૫-૦૨-૨૦૨૫ના રોજરાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા,સેનિટેશન ચેરમેન નિલેશભાઈ જલુ, વોર્ડ નં.૭ના કોર્પોરેટર જયશ્રીબેન ચાવડા, વર્ષાબેન પાંધી, રાજકોટ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર હર્ષદ પટેલએ મુલાકાત લેવામાં આવી. રામનાથપરા મહાદેવ મંદિર પરિસર તથા આસપાસસ્થળની સંપૂર્ણ સફાઈ જળવાઈ રહે તેમજ મહાશિવરાત્રીના તહેવાર બાદ પણ સફાઈ કામગીરી કરવા અંગે પર્યાવરણ ઇજનેર પ્રજેશ સોલંકી, નાયબ પર્યાવરણ ઇજનેર દિગ્વિજયસિંહ તુવર, સેનિટેશન ઓફિસર, સેનેટરી ઇન્સ્પેકટર તથા સેનેટરી સબ ઇન્સ્પેકટરને જરૂરી સુચના આપવામાં આવી. (૪.૨૬)
(3:29 PM IST)










