<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

સ્‍વતંત્ર સેનાની રવિશંકર મહારાજની આજે જન્‍મજયંતિ મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા પુષ્‍પાંજલી અર્પણ

રાજકોટઃ આજ તા.૨૫: ફેબ્રુઆરી / મંગળવારના રોજ પૂજ્‍ય રવિશંકર મહારાજની ૧૪૧-મી જન્‍મજયંતિ નિમિતે, તેઓની શ્રી પી. એન્‍ડ ટી. શેઠ હાઈસ્‍કુલ, ૮૦ ફૂટ રોડ સામેના ગાર્ડનમાં આવેલ પ્રતિમાને રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને હોદેદારો દ્વારા પુષ્‍પાંજલિ અર્પણ કરી, મસ્‍તક નમન અને પ્રણામ કરવામાં આવેલ. પૂજ્‍ય રવિશંકર વ્‍યાસએ ગુજરાતના ભારતીય સ્‍વાતંત્ર્ય સેનાની અને સમાજ સુધારક હતાં. તેમના સમાજ ઉપયોગી કાર્યોને કારણે તેઓ પૂજ્‍ય રવિશંકર મહારાજ તરીકે ઓળખાયા.

આ પ્રતિમા પુષ્‍પાંજલી કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડીયા,  શહેર પ્રમુખ મુકેશભાઈ દોશી, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, શિશુ કલ્‍યાણ અને ખાસ ગ્રાન્‍ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિ ચેરમેન દિલીપભાઈ લુણાગરીયા, સેનિટેશન કમિટી ચેરમેન નિલેશભાઈ જલુ, માર્કેટ સમિતિ ચેરમેન રવજીભાઈ મકવાણા, કોર્પોરેટરો વિનુભાઈ સોરઠીયા, વિનુભાઈ ઘવા, કંચનબેન સિધ્‍ધપુરા, મંજુબેન કુગસિયા, દક્ષાબેન વાઘેલા, અગ્રણી નટુભાઈ વાઘેલા, ઘનશ્‍યામભાઈ કુગસિયા, નાયબ મ્‍યુનિસિપલ કમિશનર એચ.આર.પટેલ, મેનેજર કે.બી.ઉનાવા તથા સાંસ્‍કળતિક વિભાગ તથા સોલિડ વેસ્‍ટ શાખાના કર્મચારીઓ ઉપસ્‍થિત રહેલ હતા. (૩.૧૭)

(3:57 PM IST)