તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th February 2025
સકારાત્મક અભિગમ સાથે વિદ્યાર્થીઓ પરીક્ષા આપીને જવલંત સફળતા પ્રાપ્ત કરશે
બોર્ડના પરીક્ષાર્થીઓને શુભેચ્છા અને અભિનંદન પાઠવતા પેઢડીયા, જાડેજા, ઠાકર, જાદવ તથા રાડીયા

રાજકોટ : મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમની ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઇ રાડીયાએ જણાવે છે કે, તા.૨૭-મી ફેબ્રુઆરી, ૨૦૨૫થી શરૂ થતી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષામાં વિદ્યાર્થીઓ ખૂબ સકારાત્મક અભિગમ સાથે પરીક્ષા આપીને શ્રેષ્ઠ દેખાવ સાથે ઉજ્જવળ કારકિર્દી બનાવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
વિશેષમાં પદાધિકારીઓ જણાવે છે કે, આ પરીક્ષા બાદ કારકિર્દી માટે એક નવી દિશા મળે છે. અસફળતા થવાના ભયથી દુર રહી, નકારાત્મકતાને દૂર કરી, માત્રને માત્ર ધ્યેયને કેન્દ્રમાં રાખવા જણાવે છે. પરીણામ એ પરીક્ષામાં આત્મવિશ્વાસ સૌથી વધારે જરૂરી હોય છે, આત્મવિશ્વાસથી પેપર લખો અને જ્વલંત સફળતાઓ પ્રાપ્ત કરો તેમ અંતમાં પદાધિકારીઓને જણાવ્યું હતું.(૬.૧૬)
(3:59 PM IST)










