<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

આનંદો...ધો.૧૦માં પ્રથમ ગુજરાતીનું પ્રશ્નપત્ર સહેલુ નીકળ્‍યું

હમ હોંગે કામયાબ.. હમ હોંગે કામયાબ.. મન મે હૈ વિશ્વાસ પુરા હૈ વિશ્વાસ : સવારથી રાજમાર્ગો પર પરીક્ષાર્થીઓ, વાલીઓની ભીડઃ સૌરાષ્‍ટ્રના ૩ લાખથી વધુ છાત્રો પરીક્ષામાં કૌશલ્‍ય ઝળકાવવા ઉત્‍સુકઃ પરીક્ષાર્થીઓનું ઉત્‍સાહભર્યુ સ્‍વાગતઃ પરીક્ષા ન્‍યાયીક માહોલમાં યોજવા શિક્ષણ વિભાગ સહિત હજારો કર્મચારીઓ ફરજ પર હાજર

રાજકોટ તા.ર૭: સમગ્ર રાજયમાં આજથી ધો.૧૦-૧રની પરીૅક્ષાઓનો શાંતિપુર્ણ શુભારંભ થયો છે. રાજકોટ સૌરાષ્‍ટ્રના ૩ લાખથી વધુ છાત્રો મળી ગુજરાતના ૧૪ લાખ ૩૦ હજાર પરીક્ષાર્થીઓ બોર્ડની પરીક્ષામાં કૌશલ્‍ય ઝળકાવવા ઉત્‍સુક છે.

આજે ધો.૧૦માં પ્રથમ પ્રશ્નપત્ર ગુજરાતી વિષયનું હતુ જે પાઠય પુસ્‍તક આધારીત પ્રશ્ન પુછાતા પરીક્ષાર્થીઓએ ખુબ વિશ્વાસ પુર્વક ઉતરો આલેખ્‍યા હતાં. નિબંધ અને અહેવાલ સરળ પુછાયા હતાં. એકંદરે મોટા ભાગના પરીક્ષાર્થીઓને ધો.૧૦નુ ગુજરાતીનું પ્રશ્નપત્ર સહેલુ લાગ્‍યુ હતું.

ધો.૧૦માં આઠ ગુણના નિબંધમા નારી તુ નારાયણી, માતૃભાષાનું મહત્‍વ અને વૃક્ષ ઉગાડો પર્યાવરણ બચાવો પુછાયા હતા તો ચાર ગુણના વિચાર વિસ્‍તારનો પ્રશ્નમાં પુછાયુ હતુ કે ત્રણ વાના મુજને મળ્‍યાં....હૈયુ મસ્‍તકને હાથ....જા ચોથુ નથી માગવું બહુ દઇ દીધુ નાથ....તેમજ ચાર ગુણનો અહેવાલ પુછાયો હતો તેમાં અતીવૃષ્‍ટીને કારણે સર્જાયેલ તારાજીનો પ્રશ્ન પુછાયો હતો.

ધો.૧૦ના વિદ્યાર્થીઓ પરીક્ષા પુર્ણ કર્યા બાદ બહાર નીકળતા ખુબ આનંદીત જોવા મળ્‍યા હતાં.

ધો.૧૦-૧રની પરીક્ષા પ્રથમ પ્રશ્નપત્રમાં પરીક્ષાર્થીઓને બોર્ડની પરીક્ષાનો ખોટો ડર ન લાગે અને મુકત મને પરીક્ષા આપી શકે તે માટે પરીક્ષા કેન્‍દ્રમાં ઉત્‍સાહપુર્વક સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. પરીક્ષાર્થીઓનું કુમ કુમ તીલક, મીઠુ મોઢુ કરાવીને પ્રવેશ આપવામાં આવ્‍યો હતો.

સવારથી રાજમાર્ગો પર વિદ્યાર્થી તેના વાલીઓની ભીડ જોવા મળી હતી. પરીક્ષા કેન્‍દ્રો પર પોલીસે પણ બંદોબસ્‍ત જાળવ્‍યો હતો. પરીક્ષા કેન્‍દ્રમાં સંતાનોને મુકવા આવેલા વાલીઓ શુભેચ્‍છકો ઓલ ધ બેસ્‍ટ, શુભેચ્‍છવા આપતા જોવા મળ્‍યા હતાં.

ધો.૧૦-૧રની બોર્ડની પરીક્ષા ગુજરાતના ૧૬૬૬૧ કેન્‍દ્રોમાં કેન્‍દ્રોમાં લેવાશે. રાજયની પરરર શાળાના બિલ્‍ડીંગો પરીક્ષામાં ઉપયોગ કરાયો છે. જેમાં પ૦૯૯૧ વર્ગ ખંડોમાં બેઠક વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી. ધો.૧૦ અને ધો.૧રની પરીક્ષા ન્‍યાયીક માહોલમાં યોજાઇ તે માટે ૮૦ હજાર અધિકારી-કર્મચારીઓ ફરજ પર હાજર છે. શિક્ષણ બોર્ડ દ્વારા ૬૮ ફલાઇંગ સ્‍કવોડની રચના કરવામાં આવી છે. ગુજરાતના ૪ મુખ્‍ય શહેરોમાં ૧૧૩ કેદીઓ પરીક્ષા આપી રહયાં છે.

ગુજરાતમાં આજથી પરીક્ષાની મૌસમ પુર બહારમાં ખીલી છે. ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા.ર૭ ફેબ્રુઆરીથી તા.૧૭ માર્ચ દરમીયાન ધો.૧૦ અને ધો.૧રની પરીક્ષાનું આયોજન થયું છે. સમગ્ર ગુજરાત રાજયમાં ધો.૧૦ અને ધો.૧રની પરીક્ષામાં કુલ ૧૪ લાખ ૩૦ હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા ઉત્‍સુક છે.

આ વર્ષે એસએસસીઇ અને એચએસસીઇની પરીક્ષાઓ તા.ર૭/ર/ર૦રપથી પ્રારંભ થયો છે. પરીક્ષામાં કુલ ૧૪.૩૦ લાખ જેટલા વિદ્યાર્થીઓએ ઉમેદવારી નોંધાવી છે. ત્‍યારે પ્રત્‍યેક વિદ્યાર્થી ગેરરીતી મુકત વાતાવરણમાં નિર્ભયતાથી પરીક્ષા આપી શકે તેમજ સર્વે સાથે મળીને પરીક્ષા સંચાલનનું કાર્ય સુવ્‍યવસ્‍થિત રૂપે પાર પાડી શકે તે માટે એકશન પ્‍લાન મુખ્‍ય પરીક્ષા ર૦રપ તૈયાર કરેલ છે. પ્રવર્તમાન સમયમાં શિક્ષણના વ્‍યાપમાં વધારો થતાં માધ્‍યમીક અને ઉચ્‍ચતર માધ્‍યમીક કક્ષાએ નિયમીતરૂપે શિક્ષણ લેતા વિદ્યાર્થીઓની સંખ્‍યામાં વધારો થઇ રહયો છે. જેઓ બોર્ડની પરીક્ષામાં નિયમીત પરીક્ષાર્થી તરીકે નોંધાયેલ છે. તદઉપરાંત જેઓ શાળામાં નિયમીતરૂપે અભ્‍યાસ કરી શકયા નથી તેવા વિદ્યાર્થીઓ પણ આ જાહેર પરીક્ષામાં ખાનગી પરીક્ષાર્થી તરીકે નોંધાયેલ છે.

આગામી મુખ્‍ય પરીક્ષા ર૦રપની પરીક્ષાના સુચારૂ સંચાલન માટે સમગ્ર રાજયમાં એસએસસીઇ માટે કુલ ૮૭ ઝોન અને એચએસસીઇ માટે કુલ પ૯ ઝોનની રચના કરવામાં આવેલ છે. જયારે એસએસસીઇ માટે કુલ ૯૮૯ કેન્‍દ્રો અને એચએસસીઇ માટે કુલ ૬૭ર કેન્‍દ્રો જેમાંથી સામાન્‍ય પ્રવાહના પર૦ કેન્‍દ્રો અને વિજ્ઞાન પ્રવાહના ૧પર કેન્‍દ્રોમાં પરીક્ષા લેવામાં આવશે.

આગામી મુખ્‍ય પરીક્ષા ર૦રપ માં એસએસસીઇ માટે નોંધાયેલા પરીક્ષાર્થીઓ ૮,૯ર,૮૮ર છે તે પૈકી ૭,૬ર,૪૯પ નિયમીત પરીક્ષાર્થી ૧પ,પ૪૮ ખાનગી પરીક્ષાર્થી, ૮ર,૧૩ર રીપીટર પરીક્ષાર્થી, ૪ર૯૩ ખાનગી રીપીટર પરીક્ષાર્થી અને ર૮,૪૧૪ પૃથ્‍થક (આઇસોલેટેડ) પરીક્ષાર્થીઓ છે. ઉકત પરીક્ષાર્થી પૈકી ૪,ર૮પ પરીક્ષાર્થીઓ દિવ્‍યાંગ તરીકે નોંધાયેલ છે.

એચએસસીઇ સામાન્‍ય પ્રવાહ માટે નોંધાયેલા કુલ પરીક્ષાથીઓ ૪,ર૩,૯૦૯ છે તે પૈકી ૩,૬૪,૮પ૯ નિયમિત પરીક્ષાથીઓ, ર૪,૦૬૧ ખાનગી પરીક્ષાર્થી રર,૬પર રિપીટર, ૮,૩૦૬ ખાનગી રિપીટર અને ૪,૦૩૧ પૃથ્‍થક (આઇસોલેટેડ) પરીક્ષાર્થી નોંધાયેલ છે. ઉકત પરીક્ષાર્થીઓ પૈકી ૧,૮રર પરીક્ષાર્થીઓ દિવ્‍યાંગ તરીકે નોંધાયેલ છે.

એચએસસીઇ વિજ્ઞાન પ્રવાહ  માટે નોંધાયેલ કુલ પરીક્ષાર્થીઓ ૧,૧૧,૩૮૪ છે તે પૈકી ૧,૦૦૮૧૩ નિયમિત પરીક્ષાર્થી, ૧૦,૪૭૬ રિપીટ પરીક્ષાર્થી અને ૯પ પૃથ્‍થક (આઇસોલેટેડ )પરીક્ષાર્થી છે. ઉકત પરીક્ષાર્થી પૈકી ૧૪૪ પરીક્ષાર્થીઓ દિવ્‍યાંગ તરીકે નોંધાયેલ છે.

ધોરણ ૧૦ અને ધોરણ ૧ર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા તા. ર૭-૦ર-ર૦રપ થી તા. ૧૦-૦૩-ર૦રપ સુધી અને ધોરણ ૧ર સામાન્‍ય પ્રવાહની પરીક્ષા તા. ર૭-૦ર-ર૦રપ થી તા. ૧૭-૦૩-ર૦રપ સુધી ચાલશે.

પરીક્ષાના સમગ્ર વ્‍યવસ્‍થાતંત્રમાં સંકળાયેલ અધિકારી, કર્મચારીઓ, વાલીઓ તેમજ આમ જનતા આગામી પરીક્ષાની સંપુર્ણ વ્‍યવસ્‍થાને સુચારૂ સંચાલનમાં આવશ્‍યક સહયોગ પ્રદાન કરી શકે. પરીક્ષાતંત્રમાં રોકાયેલ તમામ અધિકારીઓ અને કર્મચારીઓને પરીક્ષાલક્ષી વિવિધ પાસાઓનું માર્ગદર્શન મળી રહે. જીલ્લા કક્ષાનું વ્‍યવસ્‍થાતંત્ર પોતાનું આગવું આયોજન કરી, પરીક્ષાઓના સફળ સંચાલનનો જીલ્લા કક્ષાનો એકશન પ્‍લાન તૈયાર કરી શકે.  તમામ કેન્‍દ્રો પર ગેરરીતી રહીત, શાંતીપુર્ણ અને ભયમુકત વાતાવરણમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તેવું આયોજન કરી શકે. વિદ્યાર્થીઓની મુશ્‍કેલીમાં તાત્‍કાલીક નિવારણ અર્થે અને તનાવમુકત રીતે પરીક્ષા આપી શકે તે માટે કાઉન્‍સેલીંગ અને હેલ્‍પલાઇન અંગેનું જીલ્લા તથા રાજયકક્ષાએ વ્‍યવસ્‍થાતંત્ર સુનીヘીત કરાયું છે.

રાજય સ્‍તરની વ્‍યવસ્‍થાઃ

ગુજરાત માધ્‍યમીક અને ઉચ્‍ચતર માધ્‍યમીક  શિક્ષણ બોર્ડની કચેરી, ગાંધીનગર ખાતે રાજયકક્ષાનો ર૪ કલાક ચાલતો સ્‍ટેટ કંટ્રોલરૂમ પરીક્ષા શરૂ થવાના બે દિવસ પહેલા કાર્યરત થયો છે. જે રાજયના તમામ જીલ્લાઓ સાથે સીધો સંપર્ક અને સંકલન કરશે. વિદ્યાર્થી/વાલીઓને જરૂરી માર્ગદર્શન માટે બોર્ડના હેલ્‍પલાઇન નંબર, તેમજ માનસીક તનાવ અનુભવતા વિદ્યાર્થી/ વાલીઓ માટે જીવન આસ્‍થા હેલ્‍પલાઇન નંબર ઉપલબ્‍ધ થઇ છે.

જીલ્લા કક્ષાની વ્‍યવસ્‍થાઃ

જીલ્લા શિક્ષણાધીકારીશ્રીઓની કચેરીમાં જીલ્લા કંટ્રોલ રૂમ પરીક્ષા શરૂ થવાના આજનો દિવસ અગાઉ શરૂ થયો છે. જે સવારે ૭ થી રાત્રીના ૮ સુધી કાર્ય કરશે. પરીક્ષાર્થીઓ, વાલીઓ, શાળાઓને મુંઝવતા પ્રશ્નોને સાંભળીને જરૂરી માર્ગદર્શન આપશે. આ ઉપરાંત જે તે ઝોનના ઝોનલ અધિકારી પણ પરીક્ષાર્થીઓને જરૂર પડે માર્ગદર્શનનું કાર્ય કરશે.

 

તા.ર૭/ર/રપ ગુરૂવાર

ધો.૧૦ : ગુજરાતી,હિન્‍દી, અંગ્રેજી

ધો.૧ર સાયન્‍સઃ ભૌતિક વિજ્ઞાન

ધો.૧ર સામાન્‍ય પ્રવાહઃ અર્થશાષા  સહકાર પંચાયત

(2:58 PM IST)