<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

સ્‍કોર્પીયો પાછળ બોલેરો પીકઅપ અડી જતા નારણભાઇ મેટાડીયા અને તેના મિત્ર પર પાઇપથી હુમલો

કુવાડવા ગામ પાસે બનાવ : બોલેરો ચાલકનો ભાઇ ભરત ગમારા, કાળુ ગમારા, હરેશ ગમારા અને દડુ ગમારા સહિતે થાર અને ફોર્ચ્‍યુનરમાં આવી સ્‍કોર્પીયોને આંતરી હુમલો કર્યો : કુવાડવા પોલીસમાં ફરીયાદ

રાજકોટ, તા. ર૭ : કુવાડવા ગામ નજીક સ્‍કોર્પીયોની પાછળ બોલેરો પીકઅપ અડી જતા બોલાચાલી થયા બાદ કુવાડવા ગામ નજીક થાર અને ફોર્ચ્‍યુનરમાં આવેલ ચાર શખ્‍સોએ સ્‍કોર્પીયોને આંતરી યુવાન અને તેના મિત્ર પર પાઇપથી હુમલો કરતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ચોટીલાના પાંચવડા ગામમાં અને ખેતી કરતા નારણભાઇ વશરામભાઇ મેટાળીયા (ઉ.વ.૪૩) એ કુવાડવાડ રોડ પોલીસમાં ડોસલી ધુનાના ભરત રઘુભાઇ ગલારા ગુંદાળાના કાળુ ધુધાભાઇ ગમારા, હરેશ કાળુ ગમારા અને દડુ કાળુ ગમારા વિરૂધ્‍ધ ફરીયાદ નોંધાવી છે. નારણભાઇએ ફરીયાદમાં જણાવ્‍યું છે કે હું અને મિત્ર અમરશીભાઇ છગનભાઇ ઝાપડીયા (રહે. ભીમગઢ તા. ચોટીલા) બંને મારી સ્‍કોર્પીયો ગાડી રાજકોટ રીપેરીંગ કરાવીને પરત ઘરે જતા હતા ત્‍યારે કુવાડવા હાઇવે રોડપ ર ચાંદની હોટલ પાસે પહોંચતા ત્‍યાં વાહન અકસ્‍માત થયો હોઇ, રસ્‍તો બંધ હોવાથી મેં સ્‍કોર્પીયો ત્‍યાં રોકતા અમારી ગાડીની પાછળ એક બોલેરો પીકઅપ ગાડીવાળો આવેલ અને તેની બોલેરો પીકઅપ ગાડી મારી સ્‍કોર્પીયો ગાડીમાં પાછળ સહેજ અડી જતા હું મારી સ્‍કોર્પીયો ગાડીમાંથી નીચે ઉતરીને જોવા ગયેલ ત્‍યારે બોલેરોના ચાલકે નીચે ઉતરી મારી પાસે આવી કારણવગર ગાળો આપતા મેં તેને ગાળો દેવાની ના પાડતા તે ઝઘડો કરતા ત્‍યાં ઉભેલા બીજા વાહનના ચાલકોએ તેને સમજાવતા તેને બોલેરોમાં બેસાડી દીધો હતો. ટ્રાફિક જામ હોવાથી અમે ત્‍યાં અડધો કલાકથી ઉભા હતા ત્‍યારે મારા મોબાઇલમાં ભરત ઘુસાભાઇ ગમારા (રહે. ડોશલીધુના) નો ફોન આવેલ ભરત કહેલ કે તે જે બોલેરો ગાડી વાળા સાથે  માથાકુટ કરી છે તે મારા મોટાભાઇ થાય છે. તુ બામણબોર આવ જોઇ લઇ એ તેમ મને ઉંચા અવાજે બોલતો હતો બાદ ટ્રાફિક કલીયર થતા મારી સ્‍કોર્પીયો લઇને બંને કુવાડવા ગામ તરફ જતા હતો ત્‍યારે આ બોલેરો પીકઅપનો ચાલક અમારી ગાડી પાછળ આવતો હતો અને કુવાડવા ગામ ગુજરાત ગેસના પંપ પાસે પહોંચતા થાર અને ફોર્ચ્‍યુનર ગાડીઅ મારી સ્‍કોર્પીયોની આડે રાખતા મે સ્‍કોર્પીયો ઉભી રાખી દીધી હતી. અને બંને ગાડીમાંથી હરેશ કાળુ ગમારા, દાડુ કાળુ ગમારા અને બોલેરોમાંથી કાળુ  ધુધા ગમારા ચારેય શખ્‍સો આવીને મને કહેલ કે સ્‍કોર્પીયો ગાડીની પાછળ આ બોલેરો ભટકાયેલ તે બાબતે મને તથા મારી સાથે મારા મિત્ર અમરશીભાઇ ઝાપટડીયાને ગાડીમાંથી નીચે ઉતરીને આ ત્રણેય જણાએ તેની પાસે રહેલ લોખંડના પાઇપ વડે આડેધડ માર મારવા લાગ્‍યા હતા અને ગાળો દેવા લાગ્‍યા હતા ત્‍યાં રોડ પર પસાર થતા આજાણ્‍યા વાહન ચાલકોએ વચ્‍ચે પડી વધુ મારથી છોડાવ્‍યા હતા. આ શખ્‍સો જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા બાદ બંનેને સારવાર માટે સીવીલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસમાં ફરીયાદ નોંધાવતા હેડ કોન્‍સ. સંજયભાઇ કુમારખાણીયાએ તપાસ હાથ ધરી છે.

(2:49 PM IST)