<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

૧પ૧ બહેનોને ‘નારી રત્‍ન ગૌરવ પુરસ્‍કાર' અપાશે

સહેલી લેડીઝ કલબ અને બ્રેઇનઅપ ઇન્‍સ્‍ટીટયુટના ઉપક્રમે ૧૧ માર્ચના રોજ યોજાશે કાર્યક્રમઃ બહેનોને શિલ્‍ડ અને પ્રમાણપત્ર આપી સન્‍માન કરાશે

રાજકોટઃ સહેલી લેડીઝ કલબ અને બ્રેઇન અપ ઇન્‍સ્‍ટીટયુટના સંયુકત ઉપક્રમે તા. ૧૧ માર્ચ મંગળવારના રોજ બપોરે બે વાગ્‍યાથી સાંજનાં સાત વાગ્‍યા સુધી પ્રમુખ સ્‍વામી એડિટોરીયમ, રૈયા રોડ ખાતે વુમન્‍સ ડેને અનુલક્ષીને એક જાજરમાન ‘‘નારી રત્‍ન ગૌરવ પુરસ્‍કાર''નું આયોજન કરેલ છે.

આ કાર્યક્રમમાં જે બહેનો બિઝનેશની સાથે સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય તેવા ઓલ ગુજરાતનાં ૧પ૧ બહેનોને શિલ્‍ડ તેમજ સર્ટિફીકેટ આપીને સન્‍માનીત કરવામાં આવશે. આ કાર્યક્રમનો મુખ્‍ય હેતુ બહેનોમાં રહેલ શકિતને બહાર કાઢવાનો તેમજ તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવા ઉમદા આશયથી આ કાર્યક્રમનું આયોજન કરેલ  હોવાનું યાદીમાં જણાવાયું છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહેલી લેડીઝ કલબના પ્રમુખ જીતાબેન દત્તાણી, મંત્રી જલ્‍પાબેન દત્તાણી, બ્રેઇન અપ ઇન્‍સ્‍ટીટયુટનાં ઓનર નેહલબેન પટેલ(ત્રિવેદી) તેમજ ઓપલ એસ્‍થેટીક એન્‍ડ ટ્રાઇકોલોજીકલીનીકનાં ઓનર ડો. મોનાલીબેન પંઢારે જહેમત ઉઠાવી રહયા છે. 

વિશેષ માહિતી માટે જીતા દત્તાણી ૯૯ર૪૭ પ૩૭રર, નહેલ પટેલ ૯૧૦૬ર ૩૦પ૯૪ નો સંપર્ક કરવા જણાવાયું છે. (તસ્‍વીર અશોક બગથરીયા) (૩૬-૧૦)

(2:49 PM IST)