<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

કોઠારીયામાં પોતાની જમીન બીન ખેતી કરાવી અને સરકારી જમીનમાં મકાનો ઉભા કરી દિધાઃ કલેકટરની તપાસ શરૂ

મામલતદાર તથા સીટી પ્રાંત-ર દ્વારા કલેકટરને રીપોર્ટ મોકલી દેવાયોઃ નોટીસો ફટકારી જવાબો મંગાયા... કૌભાંડકારોએ વોંકળા-આસપાસની ૩ એકર જમીન ઉપર મકાનો ઉભા કરી દિધાઃ પ્‍લોટ પાડી દેવાયા...

રાજકોટ તા. ર૭: તાજેતરમાં રાજકોટ કલેકટર સમક્ષ એક જમીન માલિકે પોતાની જમીન બીનખેતી કરાવી હતી, બે આંકડાની સર્વે નંબરવાળી પોતાની આ જમીન બીનખેતી કરાવ્‍યા બાદ આ જમીન માલીક અને કૌભાંડકારે પોતાની જમીનમાં કન્‍સ્‍ટ્રકશન-બાંધકામ કરવાને બદલે કોઠારીયામાં જતા તરત જ આવતા વોંકળા આસપાસની ૩ એકર જેટલી સરકારી જમીન ઉપર જબરૂ દબાણ કરી બાંધકામ શરૂ કરી દીધાનું ઘણા બધા મકાનો ઉભા કરી દિધાનું, પ્‍લોટો પાડી લેવાયાનું બહાર આવતા અને આ તમામ વિગતો કલેકટર શ્રી પ્રભવ જોષી પાસે પહોંચતા તેમણે તપાસના આદેશો કરતા ખળભળાટ મચી ગયો છે. આ આખુ કૌભાંડ એક નખશીખ-પ્રમાણિક નાયબ મામલતદારે ઉજાગર કર્યું છે, આ પછી કલેકટરે તપાસના આદેશો કરતા તાલુકા મામલતદાર તથા સીટી પ્રાંત-ર દ્વારા કલેકટરને ચોંકાવનારો રીપોર્ટ કરી દીધો છે.

દરમિયાન આ બાબતે કલેકટરશ્રી પ્રભવ જોષીએ પત્રકારોને જણાવ્‍યું હતું કે આ આખું કૌભાંડ અમારી પાસે આવ્‍યું છે, જે તે જવાબદારને નોટીસો અપાઇ છે, અમે કાયદેસરની અને કડક કાર્યવાહી કરી રહ્યા છીએ, ટુંક સમયમાં બધું બહાર આવશે, કલેકટર પણ આવા કૌભાંડથી ચોંકી ઉઠયા છે.

(3:09 PM IST)